અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં.ઇકો ગાડી માંથી વિદેશીદારૂની બોટલ નંગ -૧૨૪ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૬૩,૯૮૦ / -નો કબ્જે કરતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II
અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેરથા ટોલટેક્ષ નજીક આવેલ રેલ્વે ગરનાળા નજીકથી પાયલોટીંગ કરતી ઇકો ગાડી તેમજ દારૂની હેરાફેરી કરતી ઇકો ગાડી ઝડપી પાડી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ -૧૨૪ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૬૩,૯૮૦ / -નો કબ્જે કરી આંતર રાજ્ય દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને બે ગાડી સાથે ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II
તારીખ 11/09/2022 ના રોજ LCB – 2 ના પો.ઈન્સ જે.એચ.સિંધવ તથા પો.ઇન્સ એચ.પી.પરમાર ના માર્ગદર્શન ફૈઠળ પો.સબ.ઇન્સ. પી.ડી.વાઘેલા એ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર વાહનોમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા તેમજ પ્રોહી કેસ શોધી કાઢવા માટે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં સતત કાર્યરત હતા .
દરમ્યાન આજરોજ એલ.સી.બી. – ૨ ની ટીમ અડાલજ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો જયદિપસિંહ તથા પો.કો રવિન્દ્રસિંહ ને સંયુક્ત ખાનગી બાતમી હકિકત મળેલ કે , મહેસાણા હાઇવે તરફથી અમદાવાદ તરફ એક ઇકો ગાડી નં- GJ – 19 – AM – 3054 માં બે ઇસમો એક દારૂ ભરેલ ગાડીનુ પાયલોટીંગ કરી અડાલજ વિસ્તારમાં આવેલ શેરથા ટોલટેક્ષ નજીક આવેલ રેલ્વે ગરનાળા પાસેથી પસાર થનાર છે .
જે માહીતી આધારે એલ.સી.બી -૨ ની ટીમ ગરનાળા પાસે બાતમીવાળી ગાડીની નાકાબંધી વોચમાં ગોઠવાયેલ તે દરમ્યાન મહેસાણા તરફથી બાતમી નંબર વાળી દારૂની ગાડીનુ પાયલોટીંગ કરતી ઇકો ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ આયોજન બધ્ધ આડાશ કરી રોકી લીધેલ તેમજ તેની પાછળ આવતી દારૂ ભરેલ ઇકો ગાડી નં- GJ – 03 – AZ – 4562 આવતા તેને રોકવા માટે રોડ ઉપર ખાનગી વાહનની આડાશ કરી રોકી લીધેલ ,
જે બન્ને વાહનોમાં કુલ ત્રણ ઇસમોને ઝડપી પાડવામા આવેલ અને ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૨૪ બોટલોનો જથ્થો ભરેલ જણાઇ આવેલ જેઓની પુછપરછમા દારૂનો જથ્થો ભરાવી આપનાર બે ઇસમો વિરુધ્ધ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીનું નામ
( ૧ ) સુનિલકુમાર કનુભાઇ આસલ રહેવાસી માળી વાસદિયોદર ગામ તા.દિયોદર જી.બનાસકાંઠા
( ૨ ) ભલાભાઇ ઉદાભાઇ વણકર રહેવાસી – પાલડી મીઠી , દિયોદર ગામ તા.દિયોદર જી.બનાસકાંઠા
( ૩ ) નિતેશકુમાર મનસુખલાલ ઠક્કર , ઉ.વ .૪૫ , ધંધો – વેપાર , રહેવાસી – પુર્ણિમાસોસાયટી , દિયોદર ગામ , તા.દિયોદર , જી.બનાસનાંઠા
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :
( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની બોટલો તથા બિયરના ટીન મળ કુલ નંગ -૧૨૪ કિ.રૂ.૪૮,૪૮૦૮
( ર ) મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ. ૧૫,૫૦Q > *
( ૩ ) ઇકો ગાડી નં GJ – 03 – AZ – 4562 ની કિ.રૂ ૩,૫૦,૦૦૦ /
( ૪ ) ઇકો ગાડી નં- GJ – 19 – AM – 3054 કિ.રૂ .૩.૫૦,૦૦૦ / કુલ કી.રૂ.૭.૬૩,૯૮૦૪