અમદાવાદ ના .મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સપેકટર, પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ ને ACB એ રૂ. 4500 ની લાંચની લેતા રંગેહાથ ઝડપ્યા

Spread the love

અમદાવાદ ના .મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સપેકટર, પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ ને ACB એ રૂ. 4500 ની લાંચની લેતા રંગેહાથ ઝડપ્યા 

 

 

 

આરોપી : પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ, નોકરી- સેનેટરી ઇન્સપેકટર, અ.મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ, અમદાવાદ

 

 

 

 

આ કામના ફરીયાદી તથા તેના સગા પશુપાલનનો ધંધો કરતા હોય અને પોતાના ઢોર પોતાના વાડામાં બાંધતા હોય પરંતુ ઘણી વખત તેઓના ઢોર તેમના ઘરના આજુબાજુ છોડવા પડતા હોય છે. જેથી આ કામના આરોપી અવાર નવાર ફરીયાદી તથા તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતા હોય અને ઢોર ના પકડવા માટે હપ્તાની માંગણી ફરીયાદી પાસે મહિના ના રૂ.૧૦૦૦/- તથા તેના સગા પાસે માસિક રૂ.૫૦૦/- લેખે કુલ ૧૧ મહિનાના રૂ.૫૫૦૦/- ની કરેલ પરંતુ રકઝકના અંતે રૂ.૩૫૦૦/- તેમજ ફરીયાદી પાસે ચાલુ મહિનાના રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ મળી રૂ.૪૫૦૦/- ની લાંચની હેતુલક્ષી વાતચીત કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી કુલ રૂ.૪૫૦૦/- ની લાંચની રકમ પંચની હાજરીમાં સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે

 

*વિશેષમાં ઉપરોક્ત આરોપી સને- ૨૦૧૨ ના વર્ષમાં અન્ય ફરિયાદીના કારખાનાનું લાયસન્સ અને પાણીના નિકાલ બાબતે તથા આર.ટી.આઇ. ની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઈ નોટિસ નહીં આપવાના બદલામાં રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચ લેતા એસીબી દ્વારા પકડાયેલ હતો જેના વિરૂધ્ધ અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે. ગુ.ર.નં- ૧૫/૨૦૧૨ થી ગુનો દાખલ થયેલ જે ગુનામાં આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ*

 

નોધ : ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 

 

ટ્રેપિંગ અધિકારી: 

શ્રી ડી.એન.પટેલ, પોલીસ ઇન્સપેક્ટર  

અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે.

તથા ટીમ  

 

સુપર વિઝન અધિકારી : 

શ્રી કે.બી. ચુડાસમા, 

મદદનિશ નિયામક, 

એસીબી અમદાવાદ એકમ, અમદાવાદ.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!