કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II
LCB – 2 પો.ઇન્સશ્રી જે.એચ.સિંધવ ,પો.ઇન્સ એચ.પી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ પી.ડી.વાધેલા નાઓએ એલ.સી.બી. – ૨ ના કર્મચારીઓને જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરવા તેમજ અગાઉ વાહન ચોરીમા પકડાયેલ આરોપીઓની વોચમા રહી હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તેમજ ટેકનીકલ સપોર્ટ આધારે અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી આ દિશામાં સક્રીય કરેલ હતી
જે દરમ્યાન હે.કો સજ્જાદહુસેન સબ્બીરહુસેન તથા હે.કો બેચરભાઇ ગેબાભાઇ નાઓ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે , બે ઇસમો શંકાસ્પદ નંબર પ્લેટ વગરના બુલેટ મોટર સાયકલ સાથે ખોરજા પરા કટ ખાતે ઉભા હોય જેઓની હીલચાલ શંકાસ્પદ હોય જેથી એલ.સી.બી -૨ ની ટીમ બાતમી વાળી જગ્યાએ આવી આયોજન મુજબ વોચ ગોઠવી સ્થળ ઉપરથી રવિ સતીષભાઇ પ્રજાપતિ રહે -૩૨ ક્વાર્ટર , ગાયનો ટેકરો , કલોલ , તા – કલોલ , જી – ગાંધીનગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને શંકાસ્પદ નંબર પ્લેટ વગરના બુલેટ સાથે મળી આવતા તેઓની ધનિષ્ટ પુછપરછ કરતા સઇજ ગામેથી આજથી બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી કર્યાની કબુલાત કરતા જે બાબતે ખાત્રે તપાસ કરતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ૧૧૨૧૬૦૨૨૨૨૦૫૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુનો રજીસ્ટર થયેલ હોય જે ચોરીમાં ગયેલ બુલેટ હોવાનુ જણાઇ આવતા જે અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ થતા કાયદેસરની કાર્યવાહી કરી કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે .
એલ.સી.બી -૨ દ્વારા વધુ વાહન ચોરીનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે .
પકડાયેલ ચોર ઈસમોનું નામ :
રવિ સતીષભાઇ પ્રજાપતિ રહે -૩ ર ક્વાર્ટર , ગાયનો ટેકરો , કલોલ , તા – કલોલ , જી – ગાંધીનગર