ક્રેડિટ કાર્ડ ફ્રોડના બનાવમાં રૂ.૧,૦૦,૯૯૭/એકાઉન્ટમાં પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ સેલ પાટણ..
પાટણ જીલ્લા માંથી સાયબર ક્રાઇમ લગતના ગુન્હા ડીટેકટ કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના મુજબ આર.કે.અમીન પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ ટીમ સતત કાર્યશીલ રહી આવા બનાવોને ગંભીરતાથી લઇ તાત્કાલિક યોગ્ય પગલા લઇ ભોગ બનનારને નાણાં પરત અપાવવા મદદરૂપ બની રહી છે.ત્યારે જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવ જેમાં ક્રેડિટકાર્ડ ફ્રોડ બનાવમાં ભોગ બનનાર સાથે રૂ.૧,૧૧,૧૭૫/- ની ઓનલાઇન છેતરપિંડી થતાં ભોગા બનનારે પાટણ સાયબર સેલમાં અરજી કરેલ જે અરજી આધારે ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલિક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ અલગ બેંકો તથા ઓનલાઇન પેમેન્ટ ગેટ-વેના સહયોગથી અરજદારના કુલ રૂ.૧,૦૦,૯૯૭/- રકમ એકાઉન્ટમાં પરત કરાવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
PATAN, CYBERCELL,
CYBERCRIME, UTTAR GUJARAT