દિલ્હીનું એક દિવસીય વિધાનસભા સત્ર
દારૂ કૌભાંડ મામલે બંને પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરશે
એક દિવસીય સત્રને લઈ એલજીએ સરકારને કર્યા સવાલો
દિલ્હીમાં આજથી એટલે કે, સોમવારથી શરૂ થનારું વિધાનસભાનું એક દિવસનું સત્ર ખૂબ જ હંગામી રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને પ્રહારો કરશે. એક દિવસીય સત્રને લઈ બંને પક્ષોએ હંગામેદાર રણનીતિ તૈયાર કરી લીધી છે. દારૂ કૌભાંડ મામલે બંને પક્ષો એકબીજા પર નિશાન સાધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. વિધાનસભામાં AAP સરકાર કેન્દ્ર સરકાર પર મોટા આક્ષેપો કરી શકે છે તો બીજી તરફ ભાજપ પણ ભ્રષ્ટાચાર મુદ્દે આપ સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડી તૈયાર હોય તેવું જણાઈ રહ્યું છે.
સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ માટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું ત્યારબાદ દિલ્હી સરકારે વિધાનસભાનું સત્ર બોલાવવાનું નિર્ણય કર્યો છે. તેથી દારૂ કૌભાંડ મામલે કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી એકબીજા પર આક્ષેપો કરશે અને સત્રમાં ગરમાવો જોવા મળશે. આપના ધારાસભ્યોથી લઈને મુખ્યમંત્રી તપાસ એજન્સીઓના દુરુપયોગનો ગંભીર આક્ષેપો કરે તેવી સંભાવનાઓ છે.
વિધાનસભાના એક દિવસીય સત્રને લઈ એલજીએ સવાલો કર્યા છે તેમણે સરકારની ગંભીર ભૂલ ગણાવી છે કહ્યું કે, કોઈ યાગ્ય કારણ વિના એક દિવસીય સત્ર કેવી રીતે બોલાવી શકે છે. નિયોમો અને અધિનિયમ મુજબ 29 માર્ચના રોજ સત્ર સમાપન, નવું સત્ર કઈ રીતે બોલાવી શકે.