મહેસાણા જીલ્લાના એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદથી ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II
તા -૦૫ / ૦૯૮૨૦૨૨ પોલીસ મહાનિરીક્ષકશ્રી , અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી , તરૂણ દુગ્ગલ સાહેબ , ગાંધીનગર જીલ્લા નાઓએ જીલ્લાના તેમજ રાજ્ય / જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તેમજ તેઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બીંગ હાથ ધરવા સારૂ LCB – 2 પો.ઇન્સશ્રી નાઓને જરૂરી સુચના કરેલ ,
આ ડ્રાઇવમાં LCB – 2 પો.ઇન્સશ્રી જે.એચ.સિંધવ તથા પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી પી.ડી.વાધેલા નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી જરૂરી વર્ક આઉટ કરી નાસતા ફરતા આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર ઝુંબેશ હાથ ધરી સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેઓના માધ્યમથી સતત કોમ્બીંગનુ આયોજન ધરેલ ,
દરમ્યાન ગઇકાલ રોજ એલ.સી.બી. – ૨ ની ટીમના એ.એસ.આઇ જગતસિંહ વિહાજી તથા હૈ.કો વિક્રમર્સિડુ ધનજીભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મહેસાણા જિલ્લાના એ ડીવીજન પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૨૦૬૦૪૪૨૨૧૧૧૪૬ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ -૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુભાઇ રત્નાભાઇ મંડોડ , રહે- ગુલબાર થાણા ફળીયુ , તા – ગરબાડા , જી – દાહોદનાનો તેના ઘરે આવેલ હોવાની માહીતી આધારે એલ.સી.બી – ર ની ટીમ દાહોદ ખાતે કેમ્પ રાખી સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમી ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીની વોચ ગોઠવી તેના ઘરેથી ઉંઘતો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા જિલ્લાના એ ડીવીજન પો.સ્ટે સોંપવા તજવીજ કરેલ છે .
પકડાયેલ નાસતા ફરતા આરોપીનુ નામ –
રાજુભાઇ રત્નાભાઇ મંડોડ , રહે- ગુલબાર થાણા ફળીયુ , તા – ગરબાડા , જી – દાહોદ