• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

મેહુલ બોઘરા એ TRB પોલીસ વિશે આપ્યું ચોકાવનારું નિવેદન..!, કહ્યું કે :- ACP શેખની 50 ટીઆરબી ટીમ. 

ByEditor News Inside

Aug 24, 2022
Spread the love

મેહુલ બોઘરા એ TRB પોલીસ વિશે આપ્યું ચોકાવનારું નિવેદન..!, કહ્યું કે :- ACP શેખની 50 ટીઆરબી ટીમ.

 

 

 

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બનેલા મેહુલ બોઘરા વિશે તો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ. વકીલ મેહુલ બોઘરા ની ઉપર જીવલેણ હુમલો કરનારા ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ ની અંદર હપ્તા ઉભરાવતો હોવાનો વકીલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને આક્ષેપ કર્યા છે.

 

તેઓએ જણાવ્યું હતું કે, સાજન એસીપી ઝેડ એ શેખનો ખાસ માણસ છે. તેમાં શેખની 50 માણસોની ટીઆરપીની ટુકડી છે જે ઘણી જગ્યા ઉપર યુનિફોર્મ પહેરતી જ નથી તેમજ માત્ર ઉઘરાણીનું કામકાજ કરે છે તેમાં જેસીબી ટેમ્પો અને ટુવિલર ફોરવીલર અને ભારે મોટા મોટા વાહનોની પાસેથી ઉઘરાણી કરીને તેમના સુધી મોકલે છે. આ સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરવા માટે એસીપી શેખને બે થી ત્રણ વખત કોલ કરવામાં આવ્યા હોવા છતાં પણ કોલ તેઓએ રિસીવ કર્યા નહોતા.., ખાસ તો એ છે કે ટ્રાફિક પોલીસની અંદર કેશીયરો મળતિયાઓ મારફતે ઉઘરાણી કરતા હોવાની વાત કરે છે. જેની અંદર ટ્રાફિક શાખાઓની અંદર સુરેન્દ્રનગર જલય રામ શૈલેન્દ્ર લક્ષ્મણ નામના પોલીસ ક્રમીયો અધિકારીઓની માટે ઉઘરાણી કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આ પ્રકારના કેસરો પાછા તેના પ્રાઇવેટ માણસો મુખ્યપંટર સમીર છે. તેની નીચે ઉઘરાણી કરતાં પપ્પુ ડબલ્યુ મુન્ના મોન્ટુ દિનેશ અને ઠાકોર છે. જ્યારે ટીઆરબી જવાન માસ્તર અને ખાનગી વ્યક્તિ નરેશ ટ્રાફિક પોલીસના નામે ઉઘરાણી કરે છે

અને કાપડ મિલના તેમજ ભંગારના તેમાં ટ્રાન્સપોર્ટ ના ટેમ્પો તથા સ્કૂલવાનની પણ ઉઘરાણી કરતા હોય છે. પ્રાઇવેટ વ્યક્તિ નરેશ મતદેલા બ્રિજ થઈને હજીરા અને જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો વગેરે ગાડીઓની પાસેથી ઉઘરાણીઓ કરે છે અને સરદાર માર્કેટના ગેટની પાસેથી વર્ષોથી ચોંટી રહેલા મનોજ અને પંકજ હજારો ની કમાણી કરે છે. ખરેખર આ બંને જવાનો માર્કેટમાંથી નીકળતા વાહન ચાલકોની પાસેથી 50 અને 200 રૂપિયા સુધીની ઉઘરાણીઓ કરે છે. દિનેશ પર્વત પાટિયા થી લઈને બોમ્બે માર્કેટ સુધીના લારીવાળાઓની પાસેથી મસ્ત મોટી ઉઘરાણીઓ કરે છે. બહાર પાછળના વાળાઓ હોય અથવા તો લારી વાળાઓ હોય તે લોકોને પાસેથી માથાભારે દિલીપ તેના સાકરી તો મારફતે ઉઘરાણી કરે છે અને દિલીપ ટ્રાફિક પોલીસ અને પાલિકાના નામે ઉઘરાણી કરતો હોવાની પણ વાત સામે આવી રહી છે એડવોકેટ મેહુલ બોગરાની ઉપર ટીઆરપી ના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી પોલીસ એક્શન મોડ માં આવી છે. ટ્રાફિક પોલીસની અંદર ફરજ નિભાવનારા નવ જેટલા ટીઆરપી જવાનોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે તેમજ અધિકારી રાઉન્ડ ઉપર નીકળ્યા હતા ત્યારે પીપલોદ કારગીલ ચોક અને રામનગર ચાર રસ્તા સરોલી ચેકપોસ્ટ કડીવાલા પોસ્ટ અને સોશિયલ સર્કલ ની પાસે ટ્રાફિક જામ થયો હતો  આ મોટાભાગના પોઇન્ટની ઉપર ટીઆરબી ની ડ્યુટી હોવા છતાં પણ ટ્રાફિકની કામગીરીને બદલે સાઇડ ઉપર બેસીને મોબાઇલની અંદર ગપ્પા મારતા નજરે પડ્યા હતા. આથી નોકરીના સમયે જ ફરજ ઉપર હાજર ન રહેતા નવ જેટલા ટીઆરપી જવાનોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા અને મૂળ ઘટનાની તપાસ કરતા પોલીસ હજુ પણ ઢીલ દાખવી રહી છે

 

 

 

Jagdish Solanki

 

Surat

 

 

 

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!