વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન, ના અ.હે.કો.ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અનેજી.આર.ડી.પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, ને એસીબીએ રૂપિયા ૬,૦૦૦/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા

Spread the love

 

વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન, ના અ.હે.કો.ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અનેજી.આર.ડી.પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, ને એસીબીએ રૂપિયા ૬,૦૦૦/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા

 

 

આ કામના ફરીયાદીના મિત્રની મોપેડ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હોય, જે મોપેડ છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગેલ હોય, સદર કામે અભિપ્રાય આપવા બાબતે આરોપી ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો. અને પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, જી.આર.ડી.એ ફરીયાદી પાસેથી રૂ.૧૫,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૬,૦૦૦/- નક્કી કરેલ. 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૬૦૦૦/- ની લાંચની માંગણી કરી, આરોપી ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો. અને પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, જી.આર.ડી.સ્થળ પર હાજર હોય અને આરોપી ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો.એ લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર બન્ને આરોપીઓ ને એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા

 

નોંધ : આરોપી .(૧) ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો. (વર્ગ-૩), પારડી પોલીસ સ્ટેશન, જી.વલસાડ

 

 (૨) પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, જી.આર.ડી. પારડી પોલીસ સ્ટેશન ના 

એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે  

 

 

 

આરોપી નં.(૧) ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અ.હે.કો. (વર્ગ-૩), પારડી પોલીસ સ્ટેશન, જી.વલસાડ

 (૨) પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, જી.આર.ડી. પારડી પોલીસ સ્ટેશન

ગુનો બન્યા : તા.૨૮.૦૯.૨૦૨૨

 

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૬,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૬,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૬,૦૦૦/-

 

ગુનાનું સ્થળ : પારડી પોલીસ સ્ટેશનના પહેલા માળની ખુલ્લી જગ્યામાં

 

 

ટ્રેપીંગ અધિકારી : શ્રી વી.એસ.પલાસ, પોલીસ ઇન્સપેકટર, નવસારી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ

 

સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/c મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!