વાહનોની ડેકી તોડી ગુન્હા આચરતી ગેંગના ૨ વ્યક્તિઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 minutes, 7 seconds Read
Spread the love

વાહનોની ડેકી તોડી ગુન્હા આચરતી ગેંગના ૨ વ્યક્તિઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર .મંડલીક સાહેબ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી .બી દેસાઇ . , તથા પો.સ.ઈ .શ્રી આઇ.એસ .રબારી તથા ટીમ , મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધવા કાર્યરત હતા . .

– આ કાર્યવાહી દરમ્યાન બાતમી હકિકત મળેલ કે અગાઉ ચોરીના કેસોમાં પકડાયેલ વ્યક્તિઓ નામે સચીન ઉર્ફે લખન ભોગેકર અને નિલેશ ઉર્ફે લીલીયો , એક મહિન્દ્રા XYLO ગાડી જેનો R.T.O. નં . GJ – 01 – KR – 6433 છે , તે લઇને કુબેરનગર “ બી ’ વોર્ડ તરફથી આવી કુબેરનગર રેલ્વે ક્રોસીંગ થઇને રાજાવીર સર્કલ તરફ જવાના છે . જે બંન્ને વ્યક્તિઓ એક મહિના પહેલા રાજકોટ શહેરમાં આંગડીયા પેઢીમાંથી નીકળેલ વેપારી ના ઇલેકટ્રીક સ્કુટરની ડેકી તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ છે . ”

જે હકિકત આધારે તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ ના રોજ કુબેરનગર રેલ્વે ક્રોસીંગ પાસેથી આરોપી

 ( ૧ ) સચીન ઉર્ફે લખન S / 0 રાજેશભાઇ છગનભાઇ ભોગેકર ( છારા ) ઉવ .૩૪ રહે . મચ્છીવાળી ગલી , મોટી બેકરી , કુબેરનગર પો.ચોકી સામે , રેલ્વે ક્રોસીંગ , કુબેરનગર , સરદારનગર , અમદાવાદ શહેર

 ( ૨ ) નિલેશ ઉર્ફે નીલીયા ઉર્ફે લીલીયા 5/0 ફતીયા હીંગુભાઈ ભોગેકર ( છારા ) ઉવ .૫૦ રહે . ફ્રી કોલોની , છારાનગર , કુબેરનગર , સરદારનગર , અમદાવાદને ઝડપી લઇ તેઓ પાસેથી રોકડા રૂ .૧,૧૫,૦૦૦ / – તથા XYLO ગાડી કિં.રૂ .૫,૦૦,૦૦૦ / – કુલ્લે કિં.રૂ. ૬,૧૫,૦૦૦ / – નો મુદ્દામાલ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવેલ છે . ઉપરોક્ત આરોપીઓ અગાઉ ચોરીના કેસોમાં પકડાયેલ હોવાથી , ઓળખાય ન જાય તે હેતુસર અન્ય શહેરોમાં ચોરી કરવા સારુ આજથી એકાદ મહિના પહેલા છારાનગરમાં રહેતા કલાપી છારા તથા પંકજ મીણેકર ( છારા ) તથા એક ભૈયા નામની વ્યક્તિ એક ઝાયલો ગાડી , એક અપાચે મો.સા. તથા એક હોરનેટ મો.સા. લઇ રાજકોટ ખાતે ગયેલ . 

રાજકોટ સિવીલ હોસ્પીટલ પાસે ઝાયલો ગાડી મુકી દઇ ભૈયાજી નામના માણસને ગાડી પાસે હાજર રાખી તેઓ બંન્ને અપાચે મો.સા.માં તેમજ પંકજ મીણેકર અને કલાપી , હોરનેટ મો.સા. પર રાજકોટ સિટી ઢેબર રોડ ખાતે આવેલ આંગડીયા પેઢીઓ નજીક જઇ કલાપી તથા પંકજે એક આંગડીયા પેઢીની રેકી કરી સાંજના પાંચેક વાગે એક ભાઇ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇને બહાર નીકળી તેના ઇલેકટ્રીક ટુવ્હીલર ગાડીની ડેકીમાં રૂપિયા મૂકીને નીકળતા તેનો પીછો કરેલ અને તે ભાઇ થોરાળા પાસે આજી વસાહત માં એક વે – બ્રિજ સામેના કારખાનામાં ટુવ્હીલર પાર્ક કરી અંદર જતા કલાપી અને પંકજે ઇલેકટ્રીક ટુવ્હીલર ગાડીની ડેકી ડીસમીસથી તોડી તેમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખની ચોરી કરેલ હતી . શોધાયેલ ગુન્હાની વિગત : રાજકોટ શહેર થોરાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૬૨૨૦૮૮૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ , ૪૬૧ આરોપી સચીન ઉર્ફે લખનનો ગુનાહિત ઇતિહાસ : સને -૨૦૦૮ માં મોડાસા , સને -૨૦૧૨ માં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં નજર ચૂકવી ચોરી કરવાના કેસમાં પકડાયેલ છે .

• સને -૨૦૧૭ માં અમદાવાદ શહેર નિકોલ , રામોલ , કૃષ્ણનગર તેમજ ઓઢવ પોલીસ સ્ટેશન માં ચેઇન સ્નેચીંગના કેસોમાં પકડાયેલ છે . .

• સને -૨૦૧૮ મધ્યપ્રદેશ ઇન્દૌર શહેર વિજયનગર પોલીસ સ્ટેશનમાં લૂંટના કેસમાં પકડાયેલ છે . આરોપી સચીન ઉર્ફે લખનનો ગુનાહીત ઇતિહાસ :

• સને -૨૦૦૩ માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં લૂંટના કેસમાં પકડાયેલ છે . • સને -૨૦૦૪ માં સાબરમતી , સને -૨૦૧૦ માં સોલા હાઇકોર્ટ , સને -૨૦૧૪ માં નરોડા , સને -૨૦૨૦ માં શાહીબાગ પોલીસ સ્ટેશન માં પીક પોકેટીંગ , વાહન ચોરી , નજર ચૂકવી ચોરી કરવાના કેસોમાં તેમજ મારામારીના કેસોમાં પકડાયેલ છે . • જામનગર જેલ માં એક વખત પાસા અટકાયત થયેલ છે . 

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!