રાતોરાત કરોડપતિ બનવા માગતા નકલી સોનાની બિસ્કિટ પાટણ ના વેપારીને આપીને કરી ઠગાઈ
સાંતલપુરના શેરપુરાના વેપારીને પૈસા પરત ન આપી ધમકી ભર્યા ફોન કરતાં ઝેરી દવા ગટગટાવી ધારપુરમાં દાખલ, પાટણ બી ડિવિઝનમાં 5 સામે ફરિયાદ નોંધાઇ
સાંતલપુરના શેરપુરાના યુવાન વેપારીને વિશ્વાસમાં લઇને બિલ વગરનો માલ સોનાના બિસ્કીટ અડધી કિંમત મળતા હજીરા પોર્ટ સુરતથી આવે છે તેઓ વિશ્વાસ આપીને 5 સોનાની ખોટા બિસ્કીટ રૂ.17,50 લાખ લઇ લીધા હતા ત્યાર સોનાની બિસ્કીટ પરત આપી રૂપિયા લઇ જવાનુ કહિને બિસ્કીટ પાછા લઇ લીધા અને પૈસા ન આપી મારઝૂડ કરી હતી. આ અંગે વેપારીએ લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમ્યાન સ્વચ્છ થઇને સમગ્ર હકીકતની જાણ કરતા આ અંગે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
શેરપુરામાં રહેતા દશરથભાઇ અમરાભાઇ રબારી તેઓ ગાડીઓ ની લેવે વેપાર કરતા હતા તેઓ ને સુરત ખાતે લિમ્બાચીયા પ્રશાંતભાઇ નરેશભાઇ પરીચયમાં આવ્યા હતા.તેઓ 26-6-2022 થી 7-9-2022 દરમ્યાન પ્રશાંતભાઇ લીમ્બાચીયા, શાહ અરવિંદભાઇ, શાહ વિરલભાઇ, બ્રહ્મભટ્ટ સુનીલભાઇ અને એક અજાણ્યો ડ્રાઇવર તેઓએ સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી દશરથભાઇને વિશ્વાસમાં લઇ રૂ.17,50,000ના 5 બિસ્કીટ આપ્યા હતા.
ત્યારબાદ આ સોનાના બિસ્કીટ બાબતે તેઓ ને શંકા જતા તેઓ એ સોની વાત કરતા તેઓએ સોનાને ગેસ ઉપર ગરમ કરવાની સલાહ આપી સલાહ મુજબ એક બિસ્કીટ ગરમ કરતા સફેદ થઇ ગયુ હતુ એટલે ખોટા નીકળતાં વેપારીઓ તમામ શખ્સોને સંર્પક કરતાં બિસ્કીટ પરત લઇ લીધા હતા અને ત્યારબાદ નાણાં પરત ન આપતા આ બાબતે સુનીલ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા તે શખ્સોએ સાથે મળી જઇને તેમના ખાનગી વાહનમાં બેસાડી પાટણ કોર્ટ નજીક લઇ જઇને ધમકી આપી પટ્ટાથી આડેધડ માર મારીને દશરથભાઇ પાસેથી ખોટુ લખાણ કરાવી નોટરી કરાવી ફોનમાં ધમકીઓ આપતા હતા.
7-9-2022ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે સુમારે ધમકી ભર્યો ફોન આવતાં દશરથભાઇ રબારી મરવા માટે તળાવ પડ્યા પણ પાણી ઓછુ હતી.બીજા દિવસે બપોરના ખેતરમાંથી મચ્છી મારવાની દવાની બોટલ મળતાં તે ગટગટાવતાં ખેતરમાં બેહોશ પડ્યા હતા.તેઓ ને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન સ્વચ્છ થયા હતા. વેપારીએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે લીમ્બાચીયા પ્રશાંતભાઇ નરેશભાઇ રહે. સુરત, શાહ અરવિંદભાઇ, શાહ વિરલભાઇ, બ્રહ્મભટ્ટ સુનીલભાઇ અને એક અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી એસ આઈ કે.ડી.પરમાર હાથ ધરી હતી.હજુ પણ બીજા આરોપી પકાય તેવી સંભાવના છે
આરોપી
1 સુનીલભાઇ બ્રહ્મભટ્ટ
2 લીમ્બાચીયા પ્રશાંતભાઇ
3 શાહ અરવિંદભાઇ,
4.શાહ વિરલભાઇ,
5 એક અજાણ્યો ઈસમ
આરોપીના ગુનાહિત ઇતિહાસ
1 સુનીલભાઇ બ્રહ્મભટ્ટ
( 1 ) 08/08/2018 પોલીસ સ્ટેશન મહેસાણા તાલુકા ગુના ન. II/1098/2018
( 2 ) 11/04/2019 પોલીસ સ્ટેશન મહેસાણા ગુનાં ન II/332019
( 3 ) 20/09/2020 સતલાસણા પોલીસ સ્ટેશન ગુના ન 11206062200664
( 4 )13/06/2022 અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુના ન 11191008220492
Patan