• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

સુરત: બાર વર્ષનો આ માસૂમ તિરંગાના સન્માન માટે જુઓ શું કરે છે

Spread the love

ને તેની ઉંમર છે માત્ર 12 વર્ષ. ધોરણ છ માં અભ્યાસ કરતો 12 વર્ષનો પ્રથમ મહેતા નાની ઉંમરમાં જ ખૂબ જ મોટું કાર્ય અને મોટી સમજ આજે લોકોને આપી રહ્યો છે.જી હા 75કા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્યના પર્વ પર આ વર્ષે પ્રધાનમંત્રી ના એક આહવાન પર લોકોએ ઘરે-ઘરે, ઓફિસે ,દુકાને, લારી ગલ્લા, તમામ જગ્યાઓ પર તિરંગાઓ લહેરાવ્યા અને દેશભક્તિમાં જોડાયા.પરંતુ સ્વાતંત્ર્ય પર્વ બાદ આ જ તિરંગાઓ અનેક જગ્યાઓ પર ,રસ્તા ઉપર રખડતા રઝળતા જોવા મળ્યા. ત્યારે 12 વર્ષના આ બાળકનું હૃદય તિરંગાની આ સ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યું. પ્રથમ શાળાએથી પરત આવી તેની માતા સેજલબેને એકદમ સહજ અને નિખાલસ ભાવે તિરંગા એની આ સ્થિતિ વિશે જણાવ્યું પોતાના બાળકના આવા સવાલથી માતાએ પણ આ તિરંગા નું માન,સન્માન કઈ રીતે જળવાઈ રહે તેની સમજણ આપી અને તિરંગાનું વિસર્જન કઈ રીતે થાય તે સમજાવ્યું.

See What This Innocent Twelve Year Old Does To Honor The Tricolor

માતાની વાત સાંભળી સુરતમાં 12 વર્ષના પ્રથમે અનોખી પહેલ શરૂ કરી. હર ઘર તિરંગા અભિયાન બાદ રખડતા રઝળતા તિરંગાના સન્માન માટેની અનોખી પહેલ શરૂ કરી.રોડ રસ્તા અને અન્ય જગ્યાઓ પર રઝળતા તિરંગા પ્રથમ મેહતા દ્વારા એકત્ર કરવામાં આવ્યા.માતા એ જણાવ્યા અનુસાર તમામ તિરંગાઓ એકઠા કરી આદર્શ આચારસંહિતા મુજબ તેનું વિસર્જન કરવામાં આવ્યું.એટલું જ નહીં આવા તિરંગાઓ કઈ રીતે વિસર્જન કરી શકાય અને તેના નિયમો શુ છે તેની સોશિયલ મીડિયા પર માહિતી પણ આપી.અને આ સાથે 12 વર્ષના પ્રથમ મહેતાએ કરી આપી છે.

મોટી વાત તો એ છે કે તિરંગા તો બધાએ ઘરે ઘરે લહેરાવ્યા પરંતુ તેનું વિસર્જન કઈ રીતે થાય તે કદાચ કોઈ ભાગ્યે જ જાણે છે.ત્યારે સુરતનો પ્રથમ મહેતાનો આચારસંહિતા સાથે તિરંગા વિસર્જનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે લોકોને અપીલ અપીલ કરી રહ્યો છે કે ત્રણ રીતે તિરંગાનુ વિસર્જન કરી શકાય છે. પાણીમાં ,જમીનમાં દાટીને ,અને અગ્નિસંસ્કાર દ્વારા તિરંગાનું આદર્શ રીતે વિસર્જન કરી શકાય છે. જમીનમાં દાટવા સમયે તુલસીના પત્તા અને સૂંઠનો પાવડર સાથે તિરંગાનું વિસર્જન કરી શકાય છે તો સ્થિર પાણીમાં એટલે કે વહેતું પાણી હોય ન હોય ત્યાં તિરંગાને વિસર્જન કરવાથી તેની આન, માન અને સન્માન જળવાઈ રહે છે, એટલું જ નહીં આ કાર્ય એકાંતમાં અને કોઈપણ પ્રકારની વિડીયોગ્રાફી કરવામાં ન આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.આવી બાબતો તેણે લોકોને સમજાવી છે અને પોતે રખડતા રઝડતા તિરંગાઓનું વિસર્જન કરી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!