સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના એરપોર્ટ પો.સ્ટે . વિસ્તાર ખાતે જાણીતા જુગારીના જુગારના અડ્ડા પર દરોડો
રોકડ રૂ .૧૫,૩૩૦ / – તથા અન્ય મળી કુલ રૂ .૧.૧૧ લાખનો મુદ્દામાલ સાથે પકડાયેલ ૦૯ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી હકિકત મળેલ કે, “અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારના આંબાવાડી સરદારનગર રોડ ઉપર આવેલ આંબાવાડી બસ સ્ટેંડ ની પાછળ આવેલ દુકાનની આગળ ખુલ્લી જગ્યામાં જાહેર જગ્યામાં,અમુક લોકો ભેગા મળી વરલી મટકાનો જુગાર રમી/રમાડે છે”.” તે માહિતી આધારે તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, કુલ ૦૯ ઇસમોને રોકડ રૂપિયા ૧૫,૩૩૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૧૧,૮૮૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૦૯ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરના એરપોર્ટ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad
Jagdish Solanki
Ahmedabad