News Inside/ Bansari Bhavsar: ૨૭ Fabruary ૨૦૨૩
15મી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ આ વખતે ચંદીગઢમાં યોજાઈ છે. ચંદીગઢ પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓ જોર શોરથી શરૂ કરી દેવામાં આવી હતી.
આ સ્પર્ધા 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન સેક્ટર-7 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ. જેમાં દેશભરમાંથી કુલ 36 ટીમોએ ભાગ લીધો. તેમાં 23 રાજ્યો, 5 કેન્દ્રશાસિત પ્રદેશો અને 8 સીપીઓના કુલ 502 ખેલાડીઓ ભાગ લઈ રમ્યા. ઓપન રેન્કમાં વિમેન્સ અને મેન્સ સિંગલ્સ ડબલ્સ મેચો યોજાઈ. એનજીઓ અને ઓઆરએસ રેન્કમાં OWNS, વેટરન 45 પ્લસ અને વેટરન 50 પ્લસમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ મેચો યોજાઈ. જ્યારે, બી કેટેગરીમાં, GOS ઓપન, વેટરન 45 પ્લસ અને વેટરન 50 પ્લસમાં સિંગલ્સ, ડબલ્સ અને મિશ્ર સ્પર્ધાઓ યોજાઈ.
આ સ્પર્ધામાં હવે ગુજરાત પોલીસે કઈ રીતે ગુજરાતનું નામ ટોચે રાખ્યું તે જોઈએ.ગોધરા DySP એસબી કુંપાવત અને અમદાવાદ સાયબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવે સિલ્વર મેડલ મિક્સ ડબલમાં મિઝોરમને હરાવીને ગુજરાતને જીત અપાવી. ફાઈનલ મેચમાં CRPF સામે ગુજરાતની મિક્સ ડબલ્સની ટીમને નિરાશા મળી હતી. બીજી બાજુ સિલ્વર મેડલ માટે મિઝોરમ સામે બાજી મારી લેતા સિલ્વર મેડલ ગુજરાત પોલીસે જીત્યો હતો. આ ગર્વ DySP એસબી કુંપાવત અને ACP જીતેન્દ્ર યાદવે અપાવ્યુ હતુ.ગુજરાત પોલીસના મહિલા અધિકારીઓએ પણ રંગ જમાવ્યો હતો. ક્રિષ્ણાબા ડાભી અને મીની જોસેફે બંને DySP મહિલા અધિકારીઓએ બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાતને ભવ્ય જીત અપાવી. ગુજરાત પોલીસે નેશનલ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીત્યા હતા. 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ પણ બ્રોન્ઝ મેડલ ગુજરાતને અપાવ્યો હતો.યાદવ અને કુંપાવતની જોડીનો કમાલ જોવા મળ્યો હતો.ગોધરામાં હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવત અને અમદાવાદ સાયબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવની જોડી બેડમિન્ટન ડબલ્સ માં હિસ્સો લીધો હતો. બંનેની પસંદગી નેશનલ ચેમ્પિયનશિપ માટે થઈ હતી. જેમાં ગુજરાતની જોડીએ સિલ્વર મેડલ અપાવ્યો હતો. ગુજરાત પોલીસ માટે ગૌરવ અપાવતી રમત રમતા બંનેએ જબરદસ્ત તાલમેલ સાથે 2-1 થી મિઝોરમને રગડતી રાહ આપી હતી.
મહિલા DySP ક્રિષ્ણાબા સોલંકી અને સુરતના DySP મીની જોસેફની જોડીએ પણ રંગ જમાવ્યો હતો. મીની જોસેફ દ્વારા 3 મેડલ મેળવવામાં સફળતા મેળવવામાં આવી. તેઓએ ક્રિષ્ણાબા સાથે મળીને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેઓએ બીજી 2 કેટેગરીમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી.મહેસાણા પોલીસના ASI ઈરફાન મીર મીની જોસેફ સાથે મીક્સ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
આ ઉપરાંત 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ ગુજરાતને 4 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી હતી. ઈરફાન પઠાણ પોતાની દિકરીને કોચિંગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનુ ગૌરવ અપાવી ચુક્યા છે.