મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દારૂ વેંચતા ૧૬ ઇસમો ઝડપાયા છે.જયારે એક આરોપીને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.મોરબીમાં આરોપી મુમતાઝબેન રમજાનભાઇ નોતીયાર વીસીપરા કુલીનગર ૧ કેશવાનંદ બાપુના આશ્રમ સામે પોતાના રેહણાંક મકાનમા રૂપિયા ૩૦ની કિમતના ૧૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી સીદુબેન મનુભાઇ વરાણીયા ત્રાજપર અવેળા પાસે રૂપિયા ૧૬૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી રેખાબેન દિનેશભાઇ વરાણીયા ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમા રોડ ઉપર રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી સોમીબેન ઘોઘાભાઇ વરાણીયા ત્રાજપર ઓરીએન્ટલ બેંક પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી સોનલબેન મનસુખભાઇ ભલાણી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ નજીક મેલડીમાંની દેરીની બાજુમાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી વિજયભાઇ બાબુભાઇ વિંજવાડીયા બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, પોલો સેનેટરી કારખાના પાસે રૂપિયા ૩૦૦ની કિમતના ૧૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી રમેશભાઇ ગોવીદભાઇ કગથળા રંગપર ગામના બસ સ્ટેશન સામે રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી વિનોદભાઇ પરસોત્તમભાઇ બારૈયા ટીંબડી ગામની સીમ શક્તિ પેકેજીંગ કારખાના પાસે રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી માલાભાઈ ભાયાભાઈ બાંભવા હસનપર રેલ્વેના બ્રિજ પાસે આવેલ ભારત માટીના કારખાના પાછળ બાવળની કાંટમાં રૂપિયા ૩૨૦ની કિમતના ૧૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી લાલોભાઈ દેવજીભાઈ વાઘેલા પીપળીયા રાજ ગામની સીમમા કોઠાના તળાવ પાસે ખરાબામા આવેલ ઝુપડા પાછળ રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી વીરમભાઇ દિનેશભાઇ સારલા વીડી જાંબુડીયા ગામના ઝાંપા પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી કુલદીપભાઇ રાજુભાઇ ખાચર રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી નીલેશભાઇ રવજીભાઇ સોલંકી ખીજડીયા રાજ ગામની દીવેલીયા તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે કોઝવેલ ના ખુણા પાસે રૂપિયા ૧૨૦૦ની કિમતનું દેશી દારૂ બનાવવાના ઠંડા આથા જેવું ૬૦૦ લીટર પ્રવાહી રાખી મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી માનુબેન મહેશભાઇ વાઘેલા ટોળ ગામે રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.માળીયામાં આરોપી રફિકભાઈ અબ્દુલભાઈ ખોડ સરકારી હોસ્પીટલ પાછળના પાણીના ટાકા પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.માળીયામાં આરોપી સંજયભાઈ જેઠાભાઈ પનારા રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન પાસે રૂપિયા ૨૦૦ની કિમતના બીયરના ૨ ટીન સાથે મળી આવ્યો હતો.હળવદ પોલિસે જુના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના તટના કાંઠે,બાવળના જુંડમાં દરોડા દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૧૨૦૦ની કિમતના ૬૦ લિટર દેશી દારૂ અને રૂપિયા ૮૦૦ની કિમતનો દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ રૂપિયા ૨,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રેઇડ દરમ્યાન આરોપી લાલો રઘુભાઇ ચરમારી હાજર નહીં મળી આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
