શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચંદ્ર (Moon) સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? નાસાના (NASA) વૈજ્ઞાનિકોએ હવે આ સંદર્ભમાં એક સંસોધન રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો તેના દ્વારા કહેવા માગે છે કે ચંદ્ર સુધી પહોંચવામાં સરેરાશ કેટલો સમય લાગી શકે છે? વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઉકેલવા માટે અત્યાર સુધીના ચંદ્ર મિશનના ડેટાનો અભ્યાસ કર્યો છે.
જોકે તમને જાણીને નવાઈ લાગશે કે, પૃથ્વીથી ચંદ્રનું અંતર નિશ્ચિત નથી હોતું. જેવી રીતે પૃથ્વીની ભ્રમણકક્ષા સૂર્યની ફરતે સંપૂર્ણ ગોળાકાર નથી, તેવી જ રીતે ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીની ફરતે સંપૂર્ણ ગોળ નથી. તેના અંતરમાં સમયાંતરે વધારો-ઘટાડો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મિશન મૂન પહેલા એ સમયનો અંદાજ લગાવવો જોઈએ કે જ્યારે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય.
NASA અનુસાર ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ લગભગ 3,63,104 કિલોમીટર દૂર છે અને સૌથી દૂરના બિંદુએ અંદાજીત 4,05,696 કિલોમીટર દૂર છે. આ બંને સ્થિતિઓને જોત, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર આશરે 3,84,400 કિમી હોવાનો અંદાજ છે. જે દેશમાંથી મિશન મૂન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યાંથી ચંદ્રનું અંતર તેના પર ઘણું નિર્ભર છે.