વરસાદના વિરામના 18 કલાક પછી પણ થલતેજ, બોપલ, શેલાની સોસા.માં પાણી

AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયોઃ વિકાસના દાવા પોકળ

by ND

ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ જવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. શુક્રવારે બારે મેઘ ખાંગા થતાં શહેરના થલતેજ, બોપલ, સાઉથ બોપલ, શેલા, સહિત નવા પિૃમ ઝોનના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યાને 18 કલાક વીતી જવા છતાં ઘણાં વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાને કારણે નાગરિકો કફોડી હાલતમાં મૂકાઈ ગયા હતા.

પરિમલ, અખબારનગર અને મકરબા અંડરબ્રિજમાં 6 કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા હતા અને શનિવારે વહેલી સવારે 4 વાગ્યે આ ત્રણેય અન્ડરપાસ વાહનવ્યવહાર માટે ખોલાયા હતા. AMC તંત્ર અને શાસકોના સ્માર્ટ સિટી અને વિકાસ માટેના દાવા પોકળ પુરવાર થયા છે અને AMCનો પ્રિ- મોન્સુન એક્શન પ્લાન ધોવાઈ ગયો છે.

AMC કમિશનર અને DYCM કક્ષાના અધિકારીઓ અને શાસકો દ્વારા ગટરો, કેચપીટો સાફ્ કરવામાં આવી હોવાની મ્યુનિ. તંત્ર સજ્જ હોવા અંગેના મોટા દાવા કરવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે શહેરના પશ્ચિમ વિબોપલ વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા. શનિવારે સવારે બાળકોને સ્કૂલે જવા અને નોકરીએ જતા સમયે હેરાનગતિ થઈ હતી. શેલા ખાતે આવેલા સમત્વ બંગલોઝમાં ઘૂંટણસમા પાણી ભરાતાં 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

Related Posts

Leave a Comment