પોકેટમની માટે રકુલપ્રીતે સાઉથની ફિલ્મ સાઇન કરી હતી!

પ્રેમમાં પણ સમજદારી જરૂરી છે, ગાંડપણ કરવું વાજબી નથી

by ND

`યારિયા’ નામની ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરનારી રકુલપ્રીતની ગણના આજે પહેલી હરોળની એક્ટ્રેસમાં થાય છે. રકુલપ્રીતની બોલિવૂડની પ્રથમ ફિલ્મ `યારિયા’એ સો કરોડનો બિઝનેસ કર્યો હતો. તેઓએ બોલિવૂડને બાદ કરતા સાઉથની ઘણી ફિલ્મો કરી છે. જ્યારે બોલિવૂડમાં તે અય્યારી, દે દે પ્યાર દે, રનવે 34, ડૉક્ટર જી અને છત્રીવાલી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

હાલમાં તેઓ ઓટીટી પર આવેલી તેમની ફિલ્મ `આઇ લવ યુ’ને લઈ ચર્ચામાં છે.

રકુલપ્રીતની ફિલ્મ `આઈ લવ યુ’ને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે તેમ છતાં ફિલ્મ તેની ભૂમિકાને દર્શકો દ્વારા વખાણવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ થતા પહેલાં તેને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તમે ક્યારેય કોઇને `આઈ લવ યુ’ કહ્યું છે, જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મેં તો મારાં મમ્મી-પપ્પાને આઈ લવ યુ કહ્યું હતું, મને યાદ છે કે, મેં જ્યારે બોલવાનું શીખ્યું હતું ત્યારે મારાં મમ્મી-પપ્પાને આઈ લવ યુ કહ્યું હતું

રકુલપ્રીતને જ્યારે પ્રેમ અને જંગમાં બધું જ ન્યાયી છે એમ પૂછવામાં આવ્યું અને એમ પણ પૂછવામાં આવ્યું કે, તો શું તમે પ્રેમમાં ઝનૂનની હદને પાર કરવામાં માનો છો ખરાં? ત્યારે તેમણે સહજતાપૂર્વક જણાવ્યું હતું કે, `મને લાગે છે કે દરેક વસ્તુની એક લિમિટ હોવી જ જોઇએ. પ્રેમમાં પાગલપણું, ઝનૂન અને ઉત્તેજના હોઈ શકે છે, પરંતુ તેનું વળગણ ન હોવું જોઈએ! અંગ્રેજીમાં એક કહેવત છેને કે, `યુ કેન બી ક્રેઝી ઇન લવ બટ યૂ કાન્ટ ગો મેડ’ પ્રેમમાં એક પાતળી સીમારેખા તો હોવી જ જોઈએ. પ્રેમ કન્સ્ટ્રક્ટિવ હોવો જોઇએ, ડિસ્ટ્રક્ટિવ નહીં!’ રકુલપ્રીતે પોતાની ટીનેજ વિશે જણાવતાં કહ્યું હતું કે, ટીનેજની પહેલાં એક એવી ઉંમર હોય છે કે, જ્યારે તમે એકદમ ક્યૂટ બાળક હોવ છો, પરંતુ એક એવી ઉંમર આવે છે કે, જ્યારે તમને ખબર નથી હોતી કે તમારા દાંત કેવા આવશે? તમારો દેખાવ પણ કેવો રહેશે? રકુલપ્રીતે તેમની ટીન એજ વિશે વધુમાં જણાવ્યું હતું કે, મારા બે દાંત ઉપરની તરફ નિકળેલા હતા. તો મને તે ખૂબ જ ઓકવર્ડ લાગતું હતું. જોકે, મારાં મમ્મી-પપ્પા તે વિશે સજાગ હતાં એટલે તેમણે ત્યારે જ મારી ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી દીધી હતી. ધોરણ સાત-આઠમાં જ્યારે તમે વધુ સારા દેખાવાના પ્રયાસમાં હો છો ત્યારે મારા દાંત પર બ્રેસેસ હતા! પણ મને હાશકારો ત્યારે થયો જ્યારે ધોરણ 10માં તેને કાઢી નખાયા હતા. આ વાતો તે સમયની છે અને અત્યારે એ વાતોને લઈને હસવું આવે છે!

Related Posts

Leave a Comment