દેવબંધ એટેક / ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર કેમ કરાયો જીવલેણ હુમલો, થઈ ગયો ખુલાસો, જુઓ શૂટર્સે શું કહ્યું

યુપીમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગનો મામલો ઝડપાયેલા શૂટર્સે કર્યો ખુલાસો

by ND

યુપીના સહારનપુરના દેવબંદમાં 28 જૂને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ કહ્યું કે ચંદ્રશેખર આઝાદ ઘણા એવા નિવેદનો આપી રહ્યાં હતા જેમને કારણે તેમને ભારે આઘાત લાગ્યો હતો અને આ કારણે તેમના પર ગોળીબાર કર્યો હતો.

જોકે આરોપીએ આઝાદને મારી નાખવા કે પછી ડરાવવા ફાયરિંગ કર્યું તેને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. આઝાદ પર ગોળીબાર બાદ પોલીસે આ હુમલાને અંજામ આપનાર હરિયાણાના અંબાલાથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે શૂટરો હરિયાણાના કરનાલના રહેવાસી વિકાસની સ્વિફ્ટ કારમાં આ ઘટનાને અંજામ આપવા આવ્યા હતા. ચંદ્રશેખર પર હુમલો કરનારા શૂટરો અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હુમલાખોરોની ઓળખ પ્રશાંત, વિકાસ અને લેવિશ તરીકે થઈ છે.

ચંદ્રશેખર પોતાની પર થયેલા હુમલાનો ચિતાર આપ્યો
હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદને 29 જૂને રજા આપવામાં આવી હતી. ભીમ આર્મીના વડાએ પોતાના પર થયેલા હુમલાની આખી વાત કહી હતી. “હું દિલ્હીથી પાછો આવી રહ્યો હતો. ત્યાં એક સાથી કામદારની માતાનું અવસાન થયું. આ પછી, મારે એક સંતના અંતિમ સંસ્કારમાં જવું પડ્યું હતું. દેવબંદમાં મારા પર હુમલો થયો ત્યારે હું મારી કારમાં ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. અચાનક એક ગોળી નીકળી અને ગ્લાસમાં વાગી. આનાથી કાચ તૂટી ગયો. માંડ 20 સેકન્ડમાં જ 3થી 4 ગોળીઓ ચલાવવામાં આવી હતી. જે કારમાંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી તે કાર મારી પાછળ આવી રહી હતી.

ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ કરનારાને થશે કડક સજા-યુપી ડેપ્યુટી સીએમ
યુપીના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું, ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મારા મિત્ર છે. સરકાર તેમને સંપૂર્ણ સુરક્ષા આપશે. તેમના હુમલાખોરોને આકરી સજા કરવામાં આવશે.

Related Posts

Leave a Comment