ગુજરાત રાજ્ય ના પહેલા નાં ગ્રુહ મંત્રી અમિત શાહ ની હાજરી માં એક પણ ગુનેગાર ને બક્ષવામાં નહીં આવેલ…

ગુજરાત રાજ્ય ના હાલમાં ઉપસ્થિત ગ્રુહ મંત્રી હર્ષ સંઘવી શું ધ્યાન આપી રહ્યા છે ?? તે પ્રજા તરફથી ઉઠેલા સવાલો છે.

by ND

News Inside Editorial :

ગુજરાત રાજ્ય ના પહેલા નાં ડીજીપી આશિષ ભાટિયા સાહેબશ્રી નાં સમયમાં કોય ગુનેગારો ને બક્ષવામાં નહીં આવેલ..ગુજરાત રાજ્ય ના હાલનાં ડીજીપી શું ધ્યાન આપી રહ્યા છે ?? ગુજરાત રાજ્ય ના હાલનાં ડીજીપી ઉપર પ્રજા તરફથી ઉઠેલા સવાલો છે…

અમદાવાદ શહેરના બુટલેગરોને છુટો દોર આપવામાં આવેલ છે કે શું ??

એક સમય એવો હતો કે કોય બુટલેગર ની ઉપર ઈન્ગલિશ બનાવટની દારૂ ની ૧૦ પેટી નો ગુનો નોંધાયો હોય તો પણ પાસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવી રહેલ…અને દેશી દારૂના બુટલેગર ઉપર ૧૦૦ લિટર ની ઉપર દેશી દારૂનો ગુનો નોંધાયો હોય તો પણ પાસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવી રહેલ…

હાલના સમયમાં શું પાસા ની જોગવાઈઓ નામની જ રહી ગઈ છે કે શું ??

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઈન્ગલિશ બનાવટના દારૂ ની ૧૦૦ થી વધુ પેટીઓ નાં ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.અને દેશી દારૂનો જથ્થો ૧૦૦ લીટર ઉપર ૯૦૦ લીટર નાં માલનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે..તેમ છતાંય કોય બુટલેગર ની પાસા હેઠળ અટકાયત કરી ને જેલમાં કેમ મોકલી આપેલ નથી ?? આવાં બુટલેગર કેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ?? અંગત સૂત્ર થી મલેલ જાણકારી મુજબ દારૂ નાં ધંધા ફરી ધમધમતા ચાલી રહેલ છે.જો સૂત્ર થી મલેલ જાણકારી સાચી હોય તો કોણી મહેરબાની થી દારૂ નાં ધંધા ચાલી રહ્યાં છે ??

SMC ડીપાર્ટમેન્ટ નાં અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ ની મહેનત ઉપર પાણી ફરી રહેલ છે ?? કોની મહેરબાની ??

અમદાવાદ શહેરમાં જો કાયદા મુજબ આવાં નોંધાયેલાં ગુન્હામાં બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી ને જેલમાં મોકલી આપવામાં નહીં આવે તો અને અમદાવાદ શહેરમાં આવું જ ચાલતું રહેશે તો બુટલેગરો માં થી પાસા નો ભય નિકળી જાય અને બુટલેગરો બેફામ બની રહે અને એ સમય દુર નહીં રહે કે આવાં આ જ બુટલેગરો પોલીસ અને પત્રકારો ની ઉપર જાન લેવાં હુમલા પણ કરશે.તેમજ સમાજ અને સોસાયટી માં અને જે તે વિસ્તારમાં શાંતિ પણ જળવાઈ નહીં રહે.અને પોલીસ ડીપાર્ટમેન્ટ માટે જ સરદર્દ બની રહે..

અમદાવાદ શહેરમાં લોકમુખે ચાલી રહેલ ચર્ચા મુજબ અમદાવાદ શહેરના હાલમાં ઉપસ્થિત પોલીસ કમિશ્નર સાહેબશ્રી ને શું ગુનેગારો ની ઉપર પાસા કરવાનો પાવર આપવામાં નથી આવેલ ?? શું અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સાહેબશ્રી ને ખાલી ચાર્જ આપી ને શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવેલ છે ?? જો આમ ચાલી રહેલ ચર્ચા સાચી હોય તો શું અમદાવાદ શહેરની પ્રજા નું રક્ષણ થઈ શકે ??
વધુ વાંચતા રહો ભાગ:૨

🙏 પોલીસ ડીપાર્ટમેન્ટ નાં અધિકારીઓ એ સાવધાન રહેવું અને સતર્ક રહેવું જોઈએ 🙏
ભાગ : ૧

✍️ મહેશ દવે.ડાયરેક્ટર ✍️
ન્યૂઝ ઈનશાઈડ.અમદાવાદ
ગુજરાત

Related Posts