ટેસ્ટ શ્રેણી પહેલા બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાને આપી ધમકી, કેપ્ટન રોહિત શર્માનું વધી શકે છે ટેન્શન

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેને પોતાના નિવેદનથી મચાવ્યો ખળભળાટ, કહ્યું અમારી ટીમના ખેલાડીઓ "સાચી દિશામાં"

by Dhwani Modi
Brian Lara gave a statement, News Inside

News Inside/ 10 July 2023

..

IND Vs. WI| એકવાર ફરીથી સફેદ કપડામાં લાલ બોલથી ક્રિકેટ રમતી દેખાશે વિશ્વની બે ખતરનાક ટીમો. એક સમયે બન્ને ટીમ વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે. અહીંયા વાત થઈ રહી છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 12 જુલાઈથી શરૂ થઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝના મેન્ટર બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાને ધમકી આપી છે. તેઓએ પોતાના એક નિવેદનથી ખળભળાટ મચાવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના માર્ગદર્શક અને ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારા માને છે કે, તેમની ટીમના ખેલાડીઓ “સાચી દિશામાં” આગળ વધી રહ્યા છે અને તેમાંથી કેટલાક ભારત સામેની આગામી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા માટે તેમની તકોનો મહત્તમ ઉપયોગ કરશે.

ટેસ્ટ શ્રેણી પહેલા બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાને આપી ધમકી
ભારત 12 જુલાઈએ ડોમિનિકામાં પોતાના ટેસ્ટ અભિયાનની શરૂઆત કરવા જય રહી છે. આ ટેસ્ટ શ્રેણી બાદ ટીમ ત્રણ વનડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. બ્રાયન લારાએ કહ્યું, ‘અમારે ખૂબ જ મહત્વપૂર્ણ બે ટેસ્ટ મેચ રમવાની છે. આ અમારું બે વર્ષનું ચક્ર (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) શરૂ કરશે. તે ભારત સામે રમાઈ રહી છે, અને ભારતીય ટીમ વિશ્વની ટોચની ટીમોમાંની એક છે, પછી ભલે તે ઘર પર હોય કે બહાર. હું કેમ્પના અનુભવ પરથી કહી શકું છું કે, ખેલાડીઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ડોમિનિકામાં રમાનારી પ્રથમ મેચ હવે માત્ર થોડા દિવસો દૂર છે, પરંતુ તે એક યુવા જૂથ છે, જેનું નેતૃત્વ ક્રેગ બ્રાથવેટ કરે છે.’

બ્રાયન લારાના નિવેદન બાદ કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન વધી શકે છે
વિશ્વના ટોચના બેટ્સમેનોમાં સામેલ થતા બ્રાયન લારાએ કહ્યું, ‘મને લાગે છે કે આ શ્રેણીમાં કેટલાક ખેલાડીઓ પોતાની છાપ છોડશે. ભારત સખત પ્રતિસ્પર્ધી છે, પરંતુ મને લાગે છે કે આ રીતે અમે ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ છીએ. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ રહેલા 53 વર્ષીય મહાન બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું, ‘આ બે ખેલાડીઓ શાનદાર છે. તે હજુ પણ યુવાન છે, તેમની પાસે ફર્સ્ટ-ક્લાસનો વધુ અનુભવ નથી પરંતુ તેમની રમતની શૈલી અને વલણ જોતાં, હું માનું છું કે તેમની પાસે તે કૌશલ્ય છે કે જે ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરવા માટે જરૂરી હોય છે.’ ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝે છેલ્લા ડબલ્યુટીસી ચક્રમાં ચાર જીત અને સાત જીત મેળવી હતી. હાર સાથે આઠમું સ્થાન મેળવ્યું હતું.

Related Posts