એક મહિના સુધી નરાધમ પીંખતો રહ્યો બાળકીને, રોજ રાતે ઊંઘમાં બાળકી રડીને બેભાન થતા ફૂટ્યો ભાંડો

માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી, આધેડ નરાધમ 8 વર્ષની બાળકી સાથે કરતો રહ્યો દુષ્કર્મ

by Dhwani Modi
Girl raped by neighbour, News Inside

News Inside/ 10 July 2023

..

Dabhoda, Gandhinagar| આજના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે, ઘર ચલાવવા માટે પતિ-પત્ની બંનેને કામ કરવુ પડે છે. તેમાં પણ જો ગરીબ પરિવાર હોય તો કામ કર્યા વગર કોઈ છૂટકો નથી. આવામાં માતા-પિતા પોતાના બાળકોને ઘરે એકલા મૂકીને કામ પર જવા મજબૂર બને છે. અથવા તેમને પાડોશી કે કોઈ સંબંધીના ઘરે મૂકીને જાય છે. હવે આજના જમાનામાં તમારું બાળક પારકાના હાથમાં સુરક્ષિત નથી. દિવસેને દિવસે નાની બાળકીઓ યૌન ઉત્પીડનનો ભોગ બની રહી છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના ડભોડામાં બન્યો છે. જ્યાં 58 વર્ષીય પાડોશીએ ગરીબ શ્રમજીવી પરિવારની બાળકી પર દાનત બગાડી હતી, અને રોજ આ નરાધમ માસૂમ બાળકીને પીંખતો રહ્યો. એક મહિના સુધી ચાલેલા કૃત્ય બાદ આખરે ભાંડો ફૂટ્યો હતો.

બન્યું એમ હતું કે, ગાંધીનગરના ડભાડોમાં રહેતો એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે. આ પરિવારની દીકરી રોજ રાતે ઊંઘમાં મને છોડી દો એવી બૂમો પાડતી હતી. આ બાદ તે રડતા રડતા બેભાન થઈ જતી હતી. આખરે માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જેથી તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનું સામે આવ્યું હતું.

માતાએ બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પાડોશી આધેડ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. આ બાદ માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા ગાંધીનગર પોલીસે લંબુબાપા ઉર્ફે ભીખો કાળુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દંપતી મજૂરીએ જાય ત્યારે 8 વર્ષની બાળકી અને નાના દીકરાને ઘરે મૂકીને મજૂરી કામે જતા હતા. બાળકોને સાચવવા માટે ઘરમાં કોઈ નહોતું, તેથી દંપતી તેમના નાના બાળકોને એકલા જ ઘરે મૂકીને જતા હતા. બાળકી ઘરે એકલી હોય ત્યારે પાડોશમાં રહેતો લંબુબાપા નામનો આધેડ બાળકીને દૂધ લેવા માટે મોકલતો હતો. આ બાદ બાળકી દૂધ લઈને આવે એટલે તેને ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરીને ધાકધમકી આપતો હતો. એક મહિના સુધી આધેડ આ રીતે બાળકીને પીંખતો રહ્યો. ડરી ગયેલી બાળકી રોજ રાતે આવી બૂમો પાડતી હતી.

આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનોને એકલા ઘરે મૂકીને કામ પર જતા રહે છે.

Related Posts