News Inside/ 10 July 2023
..
Jawan Prevue| બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બાદ લોકોમાં હવે જવાન ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે. શાહરુખ ખાનની મચઅવેઈટેડ ફિલ્મ ‘જવાન’નું પ્રીવ્યૂ આજે લોન્ચ કરવામાં આવ્યું છે. શાહરુખ ખાને જવાન ફિલ્મનું પ્રીવ્યૂ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. વીડિયો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે.
જવાન ફિલ્મ શાહરૂખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. ફિલ્મના પ્રીવ્યૂમાં શાહરુખ ખાન પટ્ટીઓમાં લપેટાયેલ અને લોહીથી લથપથ હાલતમાં જોવા મળે છે. ફિલ્મમાં તેની એક્ટિંગ, ડાયલોગ્સ અને એક્શન જબરદસ્ત દેખાય છે. પ્રિવ્યૂમાં માત્ર શાહરૂખ ખાન જ નહીં વિજય સેતુપતિ, નયનથારા તેમજ દીપિકા પાદુકોણનો એક્શન અવતાર પણ જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/reel/CugTbrcoeEw/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
પ્રિવ્યૂના અંતે શાહરૂખનો અલગ જ અવતાર જોવા મળે છે. શાહરૂખ ખાન જ્યારે છેલ્લે પટ્ટીઓ ઉતારે છે ત્યારે તે વાળ વિનાના દેખાય છે. શાહરુખ ખાનના આ અવતારને જોઈ ચાહકોમાં ફિલ્મ જવાનને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.
જવાન ફિલ્મનું પ્રીવ્યૂ જોયા બાદ ચાહકોમાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. હવે લોકોની નજર ફિલ્મ રિલીઝ થવા પર મંડાયેલી છે. શાહરુખ ખાને એક દિવસ અગાઉ જાહેર કર્યું હતું કે જવાન ફિલ્મનું પ્રીવ્યૂ 10 જુલાઈએ જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.