ગુજરાતમાં દાણચોરી કરતા મુસાફરોનો પર્દાફાશ, DRIની ટીમે 3 મુસાફરો સહીત સંડોવાયેલા અધિકારીઓની કરી ધરપકડ

દાણચોરીના આરોપી શારજાહથી પેસ્ટ સ્વરૂપે 48 કિલો સોનું લઈને આવ્યા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, DRIએ દબોચ્યા

by Dhwani Modi
Gold smuggling in Gujarat, News Inside

News Inside/ 10 July 2023

..

Operation Goldmine by DRI| ઓપરેશન ગોલ્ડમાઈનના ભાગરૂપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરવામાં આવી છે. હાલમાં સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો મોટો કેસ સામે આવી રહ્યો છે.

DRIની ટીમને મળેલી એક ચોક્કસ બાતમીને આધારે DRI ના અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 મારફતે શારજાહથી આવતા 3 મુસાફરોની અટકાયત કરી હતી. જોકે આ ત્રણેય દાણચોરીના ઇરાદે આવેલા શખ્સો એ પહેલાં સ્ક્રીનીંગથી બચવાના પ્રયાસો કર્યા હતા. પણ DRIની ટીમે સોનાની પેસ્ટ સ્વરૂપમાં સોનું વહન કરનારની શંકાસ્પદ રીતને પહેલી વખતમાં જ અટકાવ્યા અને તેમના હાથના સામાન અને ચેક-ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન પકડાયેલ ત્રણેય મુસાફરો પાસેથી 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં 43.5 કિલો સોનું સંતાડેલું મળી આવ્યું હતું. જોકે બાદમાં મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતું.

સત્તાધીશો દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષા ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં સ્થિત શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં વધુ કાર્યવાહીમાં પેસ્ટ સ્વરૂપમાં વધુ 4.67 કિલો સોનું પ્રાપ્ત થયું હતું, જે ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમમાં સંતાડી રાખવામાં આવ્યુ હતું, જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું.

જોકે, પકડાયેલ મુદ્દામાલ તરીકે અંદાજે 48.20 કિલો સોનાની પેસ્ટ હોવા મળી આવી હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજીત કિંમત ₹ 25.26 કરોડ છે. આટલી મોટી કિંમતનું 42 કિલોથી વધુ સોનું મળ્યું હતું. DRI એ હાલ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ 3 મુસાફરોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીની DRIની તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંગઠિત દાણચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. DRI એ વધુ તપાસ કાર્ય કરીને એરપોર્ટ પર અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણી શોધી કાઢી છે અને સમગ્ર સિન્ડિકેટને તોડી પાડવા માટે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરીને દાણચોરીની સિન્ડિકેટની કામગીરીનો પર્દાફાશ કર્યો છે.

Related Posts