News Inside/ 11 July 2023
..
Rain in Navratri| ગરબા રસિકો માટે ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે નવરાત્રિ સમયે ગુજરાતમાં કેવું હશે હવામાન? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 5 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. નોંધનીય છે કે, આ વર્ષે 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.
બીજી બાજુ, અંબાલાલ પટેલે આગામી ઓગસ્ટ મહિના માટે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. 2થી 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. 8 ઓગસ્ટે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. 17મી ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની વધઘટ રહી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઇ મહિના અંગે પણ અનુમાન લગાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. નવી સિસ્ટમ બનવાને કારણે ગુજરાતને પણ વરસાદ મળશે. જ્યારે 17થી 20 જુલાઈએ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે.
તેમણે કહ્યું કે, 20 જુલાઈનું વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 20 જુલાઈનું વહન જોરદાર હોઈ શકે છે. આ ઉપરાંત 23મી જુલાઈએ પણ એક લો-પ્રેશર બની શકે છે. જુલાઈમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ બનશે. આ 2 સિસ્ટમ ગુજરાતમાં આવનાર વરસાદનું કારણ હોઈ શકે છે. ઓગસ્ટમાં પણ બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં આ વર્ષનો કુલ સરેરાશ 43.77 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.