રાજકોટથી સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો, કાચી ઉંમરના પ્રેમના લીધે બન્યા આરોપી

ધોરણ-10ના વિદ્યાર્થી અને ધોરણ-12ની વિદ્યાર્થીની વચ્ચે પાંગર્યો પ્રેમ અને ઘરેથી ભાગ્યા

by Dhwani Modi
Minor boy and girl get into love, News Inside

News Inside/ 12 July 2023

..

Rajkot| રાજકોટમાં તમામ વાલીઓની ચિંતામાં વધારો કરતો બનાવ બન્યો છે. આ ઘટના ભલભલાને વિચારમાં મૂકી દે તેવી છે. ઘટના એવી છે કે, ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ-12ની વિદ્યાર્થીનીને ભગાડી ગયો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને ઘરેથી ભાગી ગયા હતા, અને હોટલ સુધી પહોંચી ગયા હતા. પરંતું તેમની પાસે આઈડી પ્રુફ ન હોવાથી બંનેને હોટેલમાં પ્રવેશ મળ્યો ન હતો. આમ, હોટલમાં પ્રવેશ ન મળતા, હોટેલને બદલે સ્લીપર કોચમાં જઈને વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે શારીરિક સુખ માણ્યુ હતું. માતાપિતાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે બંનેને શોધી કાઢતા આ હકીકત સામે આવી હતી. આ મામલે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ વિદ્યાર્થીને બાળ અદાલતમાં મોકલી આપ્યો છે અને તેની પ્રેમિકાને તેના વાલીને સોંપી છે.

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ રોડ પર રહેતા માતાપિતાએ ફરિયાદ કરી કે, ધોરણ-12માં અભ્યાસ કરતી તેમની દીકરી શાળાએ ગયા બાદ પરત આવી નથી. તેઓએ સ્કૂલે જઈને પણ તપાસ કરી, પરંતુ કોઈ માહિતી મળી ન હતી. આ બાદ ભક્તિનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને દીકરીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સાથે જ માતાપિતાએ પોલીસને એવી પણ માહિતી આપી હતી કે, ત્રણેક માસ પહેલા તેમની દીકરી તેના પ્રેમી સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઈ ગઈ હતી, તેથી તેમને શંકા છે કે તે આ છોકરા સાથે હોઈ શકે છે. તેથી રાજકોટ પોલીસે તે છોકરાની માહિતી મેળવવાનો પ્રયાસ શરુ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, ધોરણ-12માં ભણતી સગીરાને તેના ઘર પાસે રહેતા અને ધોરણ-10માં ભણતા 15 વર્ષીય સગીર સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યુ હતું. બંનેએ નક્કી કરીને 5 જુલાઈના રોજ સાથે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો, અને ભાગવામાં સફળ પણ થયા હતા.

ઘરેથી ભાગીને બંનેએ શું કર્યુ તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સગીર અને સગીરા ભાગીને પહેલા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યા બાદ ત્યાંથી સુરત, બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ આ બંને સગીર ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્વારકા અને પોરબંદર પહોંચ્યા હતા. તેમની પાસે રૂ.35,000 હતા, જેમાંથી તેઓ ખર્ચ કરતા હતા. બંને પાસે આઈડી પ્રુફ ન હોવાથી બંને પોરબંદરમાં ફરતા રહ્યા. પરંતુ તેઓને કોઈ હોટલવાળાએ એન્ટ્રી ન આપી. આખરે સગીરે બસમાં જ સગીરા સાથે 5 વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.

છાત્રની આ હકીકતના આધારે પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts