ભાજપના વરિષ્ઠ નેતાની તબિયત લથડી, યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર

ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાં આવ્યો હાર્ટ અટેક, યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

by Dhwani Modi
Bhupendrasinh Chudasma admitted in the hospital, News Inside

News Inside/ 12 July 2023

..

Ahmedabad| ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. આજે બુધવારે વહેલી સવારે નાદુરસ્ત તબિયતના કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંજે એન્જોગ્રાફી કરવાની હતી. પરંતુ તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ સુધારા પર છે.

આ વિશે મળતી માહિતી મુજબ, ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આજે સાંજે બાયપાસ સર્જરી (એન્જોગ્રાફી) કરવામાં આવવાની હતી, તેવી માહિતી સામે આવી છે.

કોણ છે ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા?
ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, જ્યારે તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે. ભૂપેન્દ્રસિંહે વર્ષ 1970માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. તેમજ વર્ષ 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ કર્યું છે, આ ઉપરાંત વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. જો કે તેમની જીત બાદ વિવાદ પણ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

Related Posts