મિત્રએ જ મિત્રનું કર્યું અપહરણ, કિડનેપિંગ કરી 10 કરોડની કરી માંગ | News Inside

ગણતરીના સમયમાં નારણપુરા પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી

by Bansari Bhavsar
A friend abducted a friend, kidnapped and demanded 10 crores

દુનિયામાં કેટલાય અપહરણના કિસ્સા બનતા હોય છે.નાના બાળકોથી માંડીને મોટા લોકોના પણ અપહરણ થાય છે.અપહરણના કેસમાં ખુબજ મોટા પ્રમાણમાં વધારો થયો છે.બાળકો કે મોટા લોકો,છોકરી-છોકરાઓ ગમે જગ્યા ઉપર ઉભા હોય .શાળામાં જતા હોય.કોઈ કામ કરવા ઘરની બહાર નિકળ્યા હોય તો તેમને રસ્તા પરથીજ ઉઠાવી લે છે.અપહરણ કર્યા બાદ તેમના ઘરના લોકો પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે.પરિવારને ધમકી આપે કે ,જો એ પૈસા નહિ આપે અને પોલોસ પાસે જઈને ફરિયાદ કરશે તો અપહરણ કરનાર વ્યક્તિને મારી નાખશે.તે વ્યકિતના પરિવાર જાનો પાસેથી પૈસાની માંગણી કરે છે.આવીજ એક અપહરણનિ ઘટના સામે આવી છે જે નારણપુરા ગામની છે.શાસ્ત્રીનગર સાંઇબાબા મંદિર પાસે ભાર્ગવીબેન કોન્ટ્રાક્ટર પરિવાર સાથે રહે છે.

તેમનો પુત્ર પ્રિત અન્ય મિત્રો સાથે મંગળવારે રાત્રે ઘરેથી બહાર નીકળ્યો હતો. પ્રિતના સગીર મિત્રનો બર્થ ડે હોવાથી તમામ મિત્રો શાસ્ત્રીનગર પોલીસ લાઇન પાસે કેક કાપીને ઉજવણી કરીને રાતના ૩ વાગ્યાની આસપાસ પોલીસ લાઇન પાસે બેઠા હતા. આ દરમિયાન કરણ ઉર્ફે કૃણાલ ઉર્ફે કેડી તેના ત્રણ મિત્રો સાથે કાર લઇને પોલીસ લાઇન પાસે આવ્યો હતો. જ્યાં કરણ અને તેના મિત્રોએ જન્મ દિવસની ઉજવણી કરીને બેઠેલા છમાંથી પ્રિત અને તેના સગીર મિત્રને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય મિત્રોએ ટુવ્હીલરથી કારનો પીછો કર્યો હતો પરંતુ કાર પૂરઝડપે હંકારી અપહરણકર્તાઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, પોલીસ તેમજ સગીરના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરાઇ હતી. અપહરણ થયાના બે કલાક બાદ આરોપીએ સગીરના મિત્રને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને બન્નેને સહી સલામત રીતે છોડી મૂકીશું જો અમને 10 કરોડ મળશે તો તેવો મેસેજ કર્યો હતો.

જેથી સગીરની માતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરણ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. શાસ્ત્રીનગર પોલીસ લાઇન પાસેથી જ અપહરણ થતાં નારણપુરા પોલીસ દોડતી તો થઇ પણ કોઇ સફળતા મળી નહોતી. આખરે પોલીસે આરોપી કરણ તેમજ અપહરણ થયેલા બન્ને સગીરોના ફોટો સ્ટેટ કંટ્રોલરૂમ મારફતે તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી દઇને નાકાબંધી કરાવી હતી. આ દરમિયાન દાહોદના પીપલોદ પાસે કાર ખાડામાં ફસાઇ જતા અપહરણ થયેલા સગીર સહિત પ્રિત ત્યાંથી ભાગવામાં સફળ થયા અને ત્યાં નજીકમાં એક ગામમાં જઇને બેઠા હતા. જેની જાણ પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી. બી. પરમારને થતાં તેઓએ આ બંને મિત્રોને મુક્ત કરાવ્યા હતા. બાદમાં આસપાસના ગામોમાં સર્ચ ઓપરેશન કરીને પીપલોદ પોલીસે કરણ ઉર્ફે કૃણાલ રાજપૂત, તેનો સાળો શકીલખાન પઠાણ અને મનીષ ભાભોર તથા એક સગીરની ભાળ મેળવી હતી. પોલીસે ચારેય આરોપી બાબતે નારણપુરા પોલીસને જાણ કરતા પોલીસ તેઓને લેવા પહોંચી હતી.આ અંગે દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી. બી. પરમારે જણાવ્યું કે એક બિનવારસી ગાડી મળતા તે ગાડીના માલિક બાબતે તપાસ હાથ ધરી હતી. તેવામાં નજીકના ગામમાંથી અપહરણ થયેલા બંને મિત્રો મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા આરોપીઓ બાબતે આસપાસના ગામમાં સર્ચ કર્યું અને તમામને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ અને ભોગ બનનાર વચ્ચે જૂના કોઇ અણબનાવની અદાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Related Posts