ચાર યુવાનોને સ્ટન્ટ કરવા પડ્યા ભારે, રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં ચડ્યા પોલીસના હાથે

રીલ્સના બનાવવાના ચક્કરમાં યુવાનો પહોંચ્યા જેલના સળિયા પાછળ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

by Dhwani Modi
4 boys caught by police for doing stunt on road, News Inside

News Inside/ 14 July 2023

..

Ankleshwar| અંકલેશ્વરના 4 યુવાનોને રીલ્સ બનાવવાનો ચસ્કો ભારે પડ્યો છે. ફેમસ થવાના ચક્કરમાં ચાર યુવાનોએ જીવના જોખમે બ્રિજ ઉપર રીલ બનાવી હતી. કારની બારી ઉપર લટકતા આ યુવાનોએ રીલ્સ બનાવી કાયદાની મજાક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોખમી સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ભરૂચ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફોર વ્હીલરના માલિકને શોધી રીલ બનાવનાર ચાર યુવાનોની ધરપકડ કરી લોકઅપના સળિયા ગણતા કરીને આ તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અંકલેશ્વરના ચાર યુવાનોને નર્મદા મૈયા બ્રિજ ઉપર રિલ્સ બનાવવાનું ભારે પડ્યું છે. કારની બારી ઉપર લટકતા આ યુવાનોએ રીલ્સ બનાવી કાયદાનો મજાક બનાવવા પ્રયત્ન કર્યો હતો. જીવના જોખમે સ્ટંટ કરતા યુવાનોનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફોર વ્હીલરના માલિકને શોધી કાઢી રીલ્સ બનાવનાર ચાર યુવાનોની ધરપકડ કરી છે. સૌરવસીંગ સુનીલસીંગ, ઓમપ્રકાશ ક્રિષ્ના શર્મા, અભિષેક રામભરોસે સાહની અને અરમાન રૂસ્તમ અંસારી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જ સુરતમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. જ્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ પોલીસે જીવના જોખમે બિલ્ડિંગની છત પર ચડીને વીડિયો બનાવતા બંને યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ઘટનામાં સુરતના વેસુ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ ઉપર ચડી બે યુવકો વીડિયો બનાવતા હોવાનું અને સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts