અમદાવાદની શાળામાં યોજાયો કન્યા જાગૃતિ કાર્યક્રમ, ACPએ હાજરી આપી દીકરીઓને આપ્યું પ્રોત્સાહન

ACP હિમાલા જોશીએ કાર્યક્રમમાં હાજર રહીને દીકરીઓને હક માટે લડતા અને છેડતી સામે અવાજ ઉઠાવતા શીખવ્યું

by Dhwani Modi
ACP Himala Joshi encoureged school girls, News Inside

News Inside/ 14 July 2023

..

Ahmedabad|  હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે શિક્ષણ ખુબ મહત્વનું થઈ ગયું છે. તેમાં પણ ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણ થકી દીકરીઓ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે, પરંતુ કેટલીક દીકરીઓ દ્વારા અમુક કારણોસર શિક્ષણની અવગણના કરવામાં આવે છે. અમદાવાદમાં આવેલી ઘણી સંસ્થાઓ દીકરીઓને ભણતર માટે પ્રોત્સાહન આપે છે અને પોતાની સુરક્ષા અંગે તેમજ પોતાના હકની લડાઈ કરવા અંગે માહિતી આપે છે. તાજેતરમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા અમદાવાદની શ્રી જી. સી. ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલ ખાતે કન્યા જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દીકરીઓના હક માટે લડાઈ કરતી ‘એપિક ફાઉન્ડેશન’ સંસ્થા પણ જોડાઈ હતી.

girl awareness program held at girls school in the presence of ahmedabad acp

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત યોજાયેલ જાગૃતિ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, ગ્લાસ પેઇન્ટિંગ અને મહેંદી સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓમાં છૂપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો તેમજ દીકરીઓનો આત્મવિશ્વાસ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

girl awareness program held at girls school in the presence of ahmedabad acp

આ કન્યા જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ACP હિમાલા જોશીએ હાજરી આપી હતી. ACP હિમાલા જોશીએ ખાસ હાજરી આપીને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. તેમના દ્વારા દીકરીઓને ભણતર મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી પણ આપવામાં આવી હતી.

ACP હિમાલા જોશીએ દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દીકરીઓ ફક્ત ઘરની સંભાળ માટે અથવા લગ્ન કરવા માટે નથી, દીકરીઓને સ્વતંત્ર રહેવાની સત્તા આપવી જોઈએ. ACPએ દીકરીઓને હક માટે લડવા અને છેડતી સામે અવાજ ઉઠાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમના દ્વારા શિક્ષણના મહત્વ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. દીકરીઓના શિક્ષણ વિશે તેમણે જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ શિક્ષણ મેળવતી દીકરીઓ ઉપર નિર્ભર છે અને દીકરીઓ આવનારું ભવિષ્ય છે.

Related Posts