News Inside/ 14 July 2023
..
Ahmedabad| અમદાવાદના વસ્ત્રાપુ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીઓએ એક વૃદ્ધની બચતના 1.5 લાખ રૂપિયા ચોરી લીધા હતા. જે બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને ત્રણેય આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
થોડાક દિવસો પહેલા વસ્ત્રાપુર વિસ્તારના રુચિ કોમ્પલેક્ષ ખાતે આવેલા ક્રિષ્ના મેડિકલ નામની દુકાન ચલાવતા વૃદ્ધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ, તેમણે બચત કરેલા 1.5 લાખ રૂપિયા ત્રણ શખ્શો દ્વારા ચોરી લેવામાં આવ્યા હતા. જે બાદ એલ.સી.બી ઝોન-1ની ટીમ દ્વારા ખાનગી બાતમીને આધારે છટકું ગોઠવીને આ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાના ત્રણ આરોપીઓમાં ભરત રાવળ (ઉં.વર્ષ-42), અક્ષય ઉર્ફે અક્કી મારૂ (ઉં.વર્ષ-32) તથા જયેશ ઉર્ફે જયલો નાયક (ઉં.વર્ષ-31)ની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પડી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી ઝોન-1ની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલ.સી.બી ઝોન-1ની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડીને તેમની પાસેથી રૂપિયા 1,30,800 ની રોકડ, રૂ. 50,000 ની કિંમતની નોટો રીક્ષા, રૂ. 21,000 ની કિંમતના 3 મોબાઈલ તથા સ્કૂલ બેગ જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપીઓ ભુલકાળમાં અન્ય કેટલી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તે અંગે હાલમાં એલ.સી.બી ઝોન-01ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.