ગઈ કાલે દ્વારકામાં અને આજે હવે ડાકોરમાં પણ બંધ

હિંદુ સંસ્કૃતિ જાળવી રાખવા લેવાયો નિર્ણય, નોટિસ લગાવી લોકોને આપી જાણકારી

by Bansari Bhavsar
Closed yesterday in Dwarka and today also in Dakor

ગુજરાત: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રા ધામ ડાકોરમાં રણછોડરાયના મંદિર પ્રશાસને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં દ્વારકા બાદ હવે ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. એ માટે ભક્તો અને વૈષ્ણવોને પણ અપીલ કરાઈ છે. આ માટે મંદિર પરિસરમાં દીવાલો પર નોટિસ પણ લગાવાઈ છે.મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ પણ કરાઈ હતી. આજે પુનઃ આ નિર્ણય લઈને મંદિર પરિસરમાં પેમ્ફલેટો સહિત નોટિસ લગાવવામાં આવી છે અને ભક્તોને અપીલ કરવામાં આવી છે.

Closed yesterday in Dwarka and today also in Dakor

Closed yesterday in Dwarka and today also in Dakor

ગઈકાલે દ્વારકા મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો.ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું મુખ્યતઃ તીર્થધામ છે. અહીં રોજ હજારો લખો ભક્તો ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે દ્વારકા મંદિરમાં પણ ભક્તો માટે એક મોટો પ્રતિબંધ મુકાયો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથેનું એક બોર્ડ/નોટિસ મંદિરની બહાર લગાવવામાં આવી છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિએ લીધો છે.

Related Posts