જોનસન એન્ડ જોનસન કંપની હવે ભારતમાં બંધ

આ કંપનીએ ભારતમાં તેનું બેબી પાઉડરનું ઉત્પાદન બંધ કર્યું: લાયસન્સ પરત કર્યુ

by Bansari Bhavsar
Johnson & Johnson Company now closed in India

નવી દિલ્હી: અમેરીકા અને કેનેડામાં પોતાનો ટેલ્ક આધારીત પાઉડરનું ઉત્પાદન બંધ કર્યાનાં ત્રણ વર્ષ બાદ હવે જોનસન એન્ડ જોનસનએ હાલમાં જ મુંબઈ ખાતેના પ્લાન્ટમાં બેબી પાઉડર બનાવવાનું લાયસન્સ પરત કરી દીધુ છે.રિપોર્ટ મુજબ ભારતમાં બેબી પાઉડરનું નિર્માણ બંધ કરવાનો નિર્ણય ટેલ્ક આધારીતથી કોર્નસ્ટાર્ચ-આધારીત બેબી પાઉડર પર સ્વીચ કરવાના ગ્લોબલ પગલાનો ભાગ હતો.જોનસન એન્ડ જોનસનનું આ પગલુ કંપની તરફથી બેબી પાઉડરનું ઉત્પાદન ચાલુ રાખવા માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ)ની સામે કાનુની લડાઈ જીત્યાના કેટલાંક મહિનામાં લેવાયેલ છે.એફડીએ કમિશ્નર અભિમન્યુ કાલેએ પુષ્ટિ કરી હતી કે જોનસન એન્ડ જોનસને 22 જુને એક અરજી આપીને પોતાના મુલુંડ પ્લાન્ટમાં બેબી પાઉડર ઉત્પાદન બંધ કરવાની માંગ કરી હતી.

ઘટતી જતી માંગને લઈને કંપનીએ નિર્ણય કર્યાની ચર્ચા

જોકે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાંય વર્ષોથી માંગમાં સતત ઘટાડો કંપનીએ પ્રોડકશન બંધ કરી દીધુ કરી દીધુ છે.ઉલ્લેખનીય છે કે જોનસન એન્ડ જોનસનનાં બેબી પાઉડરમાં કેન્સર અને કથિત સંબંધને લઈને હજારો કેસ અને પ્રતિબંધની માંગને લઈને જોનસન એન્ડ જોનસન ફસાતું રહ્યું છે.

Related Posts