સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ગેસ એન્ડ ઈલેક્ટ્રીક કંપનીના અધિકારી-કર્મચારી તરીકે ઓળખાતા ઠગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો, આરોપી 2012થી આ પ્રકારના ગુના કરી રહ્યો હતો.
।આરોપીએ ગુજરાત ગેસ અને ઈલેકટ્રીક કંપનીના અધિકારી-કર્મચારી હોવાનું બહાનું બનાવીને સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, વેરાવળ, રાજકોટ સહિત અનેક શહેરોમાં અનેક લોકોને છેતર્યા છે. આ ઘટનામાં ઝડપાયેલા આરોપી કિશોર રમેશ રાઠોડે સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે 30થી વધુ ગુનાઓ કર્યા છે. અગાઉ ભાવનગર, કાપોદ્રા, રાજકોટ, ફતેગંજ, ઉમરા, ગાંધીગ્રામ, વેરાવળ, અમદાવાદ પોલીસે કુલ 13 ગુનામાં ધરપકડ કરી છે. વર્ષ 2021માં આરોપીઓએ અમરોલી જય ભવાની સોસાયટીમાં બની રહેલા નવા મકાનમાં ગેસ લાઇનના બહાને ફરિયાદી પાસેથી 50 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીના સાથીદાર રોહિત જરવાલિયાએ ઉમરા વિસ્તારમાં આવેલી ગુજરાત ગેસ કંપનીમાં ઓફિસર બનીને 25 હજારની ઉચાપત કરી હતી. ક્રાઈમ બ્રાંચે બે ગુનામાં ફરાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
51