ઉના : ઘરમાંથી નકલી ઘીની મીની ફેકટરી ઝડપાઇ : પ0 ડબ્બા જપ્ત

ઘીના સેમ્પલ લેવાયા

by Bansari Bhavsar
A mini factory of fake ghee was seized from his house: 10 cans were seized

ઊના પંથકમાં આગામી તહેવારોને લઈ બનાવટી ઘી માખણ નો વેપલો બેફામ પણે ચાલી રહ્યો હોય ત્યારે ઉના શહેરમાં નકલી ઘી બનાવતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોય ત્યારે ઉના શહેરમાં લુહાર ચોકમાં રહેણાંક મકાન પર શંકાસ્પદ નકલી ઘી ના કાળા કારોબાર થતો હોવાની પોલીસને બાતમી મળતા રહેણાંક મકાનમાં સવારે દરોડો પાડ્યા હતા.

જેમાં સ્થળ પરથી બનાવટી ઘી બનાવવામાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી સહીતનો મુદામાલ કબ્જે કરી જીલ્લા ફ્રુડ ઇન્સપેક્ટરને જાણ કરતા ઉના પહોચી ઘી ના અલગ અલગ સેમ્પલ લેવામાં આવેલ છે. આ અંગે પોલસે આગળની વધુ તપાસ હાથ ધરવા કાર્યવાહી કરેલ છે.

A mini factory of fake ghee was seized from his house: 10 cans were seized

ઉના આનંદ બજાર ચોકમાં શ્રી અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતા ભરત જેન્તીભાઇ શાહ તેમજ દિવ્યેશ ભરતભાઇ શાહ વેપારીના રહેણાંક મકાનના બીજા માળેથી નકલી ઘી નું મીની કારખાનું ચલાવતો હોવાની બાતમી આધારે વહેલી સવારે પી આઇ એન.કે ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉના શહેરમાં દેશી બનાવટી ઘીનો જથ્થો પકડી પાડવા સુચના હેઠળ સર્વેલન્સ સ્કવોડના પી એસ આઇ સી.બી જાડેજા, તેમજ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ રાયજાદા, વિજય રામ, નલિન સોલંકી, કૌશિકસિંહ વાળા, અભેસિંહ ચૌહાણ, રાહુલ છેલના સહિતની ટીમ સ્થળ પર દોડી જઇ રહેણાંક મકાન માંથી શંકાસ્પદ ધી ના ડબ્બાનો મોટાપાયે જથ્થો પકડી પાડ્યો હતો.

જેમાં અંદાજે 50 થી વધુ ડબામાં શંકાસ્પદ ધી ભરેલા જીલ મિલ તેલના ડબ્બા, વનસ્પતિ, સોયાબીન તેલ, બે ચુલા, ત્રણ ગેસના બાટલા સહિતની ભેળસેળમાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી સહીત કુલ રૂ. 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ અને જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી.આમ શહેરમાં ધમધમતા વિસ્તારમાં આવેલ આનંદ બજાર અને લુહાર ચોક વિસ્તાર માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ ઘી બનાવવા માટેની મીની ફેક્ટરી ઝડપાતા બજારમાં નકલી ઘી માખણ વેચતા વેપારીઓ ફફડાટ મચી જવા પામેલ આ અંગે પોલીસે આગળની વધુ તજવીજ હાથ ધરેલ છે.

ગીરસોમનાથ જીલ્લા ફુડ ઇન્સપેક્ટર પીયુશ સાવલીયાએ જણાવેલ કે ઉના પોલીસે ઘી નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તે અનુસંધાને આ ઘીના સેમ્પલ લેવામાં આવેલ છે. 450 કિ.ગ્રા. જથ્થો પકડેલ જેમાં બટર, વેજીટેબલ, વનસ્પતી, અને સોયાબીન સહીતના સેમ્પલ લઇ સીલ પેક કરી ફુડ એન્ડ ડ્રગ્સ વડોદરા ખાતે મોકલી આપવામાં આવશે.

Related Posts