News Inside/ 17 July 2023
..
Ahmedabad| ગુજરાતના મેટ્રો સીટી કહેવાતા અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકનો ધસારો વધતો જાય છે. ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલમાં વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે. તેવામાં કેટલાક લોકો રસ્તા પર જ્યાં-ત્યાં પોતાનું વાહન પાર્ક કરતા હોય છે. ત્યારે આવા લોકો સામે AMCએ લાલ આંખ કરી છે. જો રસ્તા પર વાહન પાર્ક કરવું હશે તો AMC ને તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા સિંધુભવન રોડ પર હવે વાહન પાર્ક કરશો તો AMC દ્વારા ચાર્જ વસૂલવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો છે. શહેરનો વ્યસ્ત રસ્તો ગણાતો સિંધુભવન રોડ પર બે કલાક માટે ટુ-વ્હીલર પાર્ક કરવા બાદલ રૂ. 5 અને ફોર-વ્હીલર પાર્ક કારા બાદલ રૂ. 15 નો ચાર્જ વસૂલાશે.
AMC દ્વારા શહેરીજનો પાસેથી હવે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. સિંધુભવન રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.