ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પેપરમાં મોટો છબરડો

બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આંકડા શાસ્ત્રના પેપરમાં 34 માર્કના પ્રશ્નો ખોટા પુછાયા

by Dhwani Modi
Blunder in HSC paper, News Inside

Gujarat Board| બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં એક કે બે નહીં પરંતુ 16 પ્રશ્નો ખોટા પુછવામાં આવ્યા છે. 100માંથી 34 ગુણના પ્રશ્નો ખોટા હોવાથી હવે 66માંથી માર્ક આપવાના રહેશે.

HSCની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઈતિહાસનો સૌથી અનોખો છબરડો શિક્ષણ બોર્ડે સ્વીકાર્યો છે. બોર્ડ દ્વારા HSCની પરીક્ષામાં 16 પ્રશ્નો ખોટા પૂછાયા છે. જી હા, શિક્ષણ વિભાગ દ્વારા 16 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. 100 માર્કમાંથી બોર્ડ દ્વારા 34 ગુણ રદ કરવામાં આવ્યા છે.

આંકડાશાસ્ત્રના પેપરમાં 47માંથી 16 પ્રશ્નો રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. 13 જુલાઈના રોજ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા લેવાઈ હતી. આ પહેલાં પણ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા 25 માર્કના પ્રશ્નો ખોટા હોવાનો આક્ષેપ થયો હતો. આ બાદ મૂલ્યાંકન કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ સમગ્ર વિગતની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષાનો મામલો સામે આવ્યો છે. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ 66 ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ અપાયો છે. આંકડાશાસ્ત્રના પેપરમાં 47 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નો રદ કરાયા છે. કુલ 31 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે, જેના 66 ગુણ થાય છે. આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા 13 જુલાઈએ લેવાઈ હતી, જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા અને વાલીઓ પરેશાન થયા હતા.

આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે નવી ગાઈડલાઈન આપવામાં આવી. વિભાગ A માંથી 2, 8, 9, 10 નંબરના પ્રશ્ન રદ કરાયા, જ્યારે અનુક્રમે વિભાગ B માંથી 12, 19 અને 20 નંબરના પ્રશ્નો રદ કરાયા, વિભાગ C માંથી 22, 31 અને 32 નંબરના પ્રશ્નો રદ કરાયા, વિભાગ D માંથી 34, 35, 37, 40 નંબરનો પ્રશ્ન રદ અને વિભાગ E માંથી 43 તથા વિભાગ F માંથી 47 નંબરનો પ્રશ્ન રદ કરાયો છે. રદ કરેલા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો હોય તો પણ તેનું મૂલ્યાંકન ન કરવાનો બોર્ડ દ્વારા હુકમ કરાયો છે. 66 ગુણમાંથી વિદ્યાર્થી જેટલા ગુણ મેળવશે તે મુજબ બાકીના 34 રદ કરાયેલા ગુણનો ભાર લઈ રિઝલ્ટ તૈયાર કરાશે.

Related Posts