ભરપૂર પોષક તત્વોનો સ્ત્રોત છે વેલા પર થતું આ શાક

ખેતરની વાડ પર થતા વેલા પર ઉગતા કંકોડા છે પોષક તત્વોનો ખજાનો, જાણો તેના ફાયદા

by Dhwani Modi
Benefits of spiny gourd, News Inside

News Inside/ 18 July 2023

..

Benefits of spiny gourd| કંકોડા, કે જેને જંગલી વનસ્પતિ કહેવાય છે તે જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. કંકોડામાં ફ્લેવોનોઈડ્સ, આયરન, ઝિંક, પોટેશિયમ, એમિનો એસિડ અને કેટલીય અન્ય વસ્તુઓ સાથે વિટામિન-સીની સારી એવી માત્રા હોય છે. જ્યારે તેમાં કેલોરીની માત્રા ઘણી ઓછી હોય છે. આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આજે તેના પોષક તત્વો અને ફાયદા વિશે વાત કરીશું.

PEARL Spine gourd - Kantola- Kakrol 10 plants roots Seed Price in India -  Buy PEARL Spine gourd - Kantola- Kakrol 10 plants roots Seed online at  Flipkart.com

એક્ટા હોર્ટિકલ્ચરના રિપોર્ટ અનુસાર, કંકોડાના 100 ગ્રામ શાકમાં 7.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 3.1 ગ્રામ પ્રોટીન, 3.1 ગ્રામ ફેટ, 3.0 ગ્રામ ફાઈબર અને 1.1 ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં એસ્કોર્બિક એસિડ, કેરોટિન, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા જરુરી વિટામિન પણ જોવા મળે છે. જો આપ શાકાહારી છો અને પ્રોટીનની કમીથી ઝઝૂમી રહ્યા છો, તો કંકોડાનું શાક તમારા ડાયટમાં સામેલ કરો. કંકોડામાં તમામ અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ શાકમાં 80 ટકાથી વધારે પાણી હોય છે, જે લોકોને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. મોટાપા અને ઓવરવેટથી પરેશાન લોકો માટે કંકોડા ખૂબ જ ફાયદો આપશે.

કંકોડા ફાઈટોન્યૂટ્રિએંટ્સનો એક બહુ મોટો સ્ત્રોત છે. સામાન્ય રીતે આ છોડ અને વેલામાં જોવા મળતો એક પદાર્થ છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને રોકવાની ક્ષમતા છે. કંકોડા ચોમાસાની શાકભાજી છે, જે પોતાના એન્ટી એલર્જને અને એનાલ્ઝેસિક ગુણોના કારણે મૌસમી ખાંસી, શરદી અને અન્ય એલર્જીને દૂર રાખવામાં સહાયક કરે છે.

Spiny gourd seed saving ❤️ Native... - Tribe permaculture | Facebook

આ શાકભાજી ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઈમ્યૂનિટી બૂસ્ટ કરી શકે છે.

કંકોડામાં લ્યૂટિન જેવા કેરોટીનોયડ આંખની બીમારીઓ, હ્દય રોગ અને કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. વિટામિન સી, એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેંટનો સ્ત્રોત હોવાના કારણે તે શરીરમાં વિષાક્ત મુક્ત કણોને હટાવે છે. જેનાથી કેન્સરની કોશિકાઓ ઓછી થઈ જાય છે.

Spiny Gourd Farming Kakoda Ki Kheti Spread Greenery In UP's Beehad Barren  Area Also Become Beneficila To Farmers | Spiny Gourd Farming: बीहड़ के  वीरान इलाकों में हरियाली फैला रही है ये

 

કંકોડા ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં બીટા કેરોટીન, લ્યૂટિન અને જેક્સેન્થિન જેવા વિવિધ ફ્લેવોનોઈડ હોય છે. આ ફ્લેવોનોઈડ સુરક્ષાત્મક ક્લીનિંગ એજન્ટ્સ તરીકે કામ કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ હોય છે, જે આપની સ્કિનને યુવાન રાખવામાં મદદ કરે છે.

 

Related Posts