ગીરના જંગલની અનોખી ઘટના સામે આવી, શું હતી આ ઘટના?

જંગલી જાનવરમાં પણ લાગણી છે, જયારે માણસ જ માણસાઈ ભુલ્યો છે

by Dhwani Modi
Lioness dies of guilt, News Inside

News Inside/ 18 July 2023

..

True story| કળિયુગમાં જયારે માણસો દિવસેને દિવસે બદ્દતર બની રહ્યા છે. કેટલાક નરાધારો માણસાઈ ભૂલીને સમાજને હાનિકારક કૃત્ય કરતા હોય છે, ત્યારે હવે માણસ પાસેથી માણસાઈની અપેક્ષા રાખવી પણ ભૂલ ભરેલી સાબિત થઇ શકે છે. તેવામાં પ્રાણીઓમાં માણસાઈ પાંગરી હોય તેવા અનેક દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે. આવી જ એક ઘટના ગીરના જંગલમાં બની હતી. જેમાં એક સિંહણનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવમાં ગીરના જંગલની એક સિંહણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થાય છે, જ્યારે તેને ખબર પડી કે તેણે એક ગર્ભવતી હરણી અને તેના ગર્ભમાં રહેલા બચ્ચાંનો શિકાર કર્યો છે. આ ઘટના બાદ કહી શકાય કે, પ્રાણીઓને પણ લાગણી હોય છે અને પોતાના ખરાબ કાર્યોનો પસ્તાવો પણ થાય છે.

કેટલાક દિવસો પહેલા ગીરના જંગલની સિંહણે એક હરણીનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું હરણીના પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહણ ત્યાંથી ચાલી નીકળી.

નવાઈની વાત તો એ છે કે એક ફોટોગ્રાફર આ તમામ ઘટના સમયે ત્યાં હાજર હતો. તે તેના કૅમેરામાં તમામ ઘટના કેદ કરી રહ્યો હતો. જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો, તેને શંકા થઇ કે સિંહણ કોઈ હિલચાલ કરી શક્તિ ન હતી અને શાંત થઇ ગઈ હતી. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું કે સિંહણ મૃત્યુ પામી હતી.

મૃત સિંહણને વેટરન ડોકટર પાસે મોક્લવામાં આવી, જેથી તે સિંહણના મૃત્યુનું કારણ જાણી શકાય. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહણને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાના ફોટો મારફતે ફોટોગ્રાફર સમજાવે છે કે, સિંહ જેવું હૃદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હૃદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેના બાળકના મૃત્યુનું કારણ તમે છે. સિંહણે આ જ દુખનો અહેસાસ કર્યો હતો. આ ઘટના બાદ કહી શકાય કે, એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.

Related Posts