અમદાવાદ : ગુજરાત સહીત દેશભરમાં મોબાઈલ ચોરીનો કાળો કારોબાર બ્લેક માર્કેટમાં ચાલતો હોય છે. ભીડ-ભાળ વાળી જગ્યાઓથી ચાલતા વાહનો માંથી, ચાલતી ટ્રેનમાંથી, મોલ માંથી, જાહેર બજાર, કોલેજ વગેરે જગ્યાઓ પરથી નજર હટતાની સાથે જ મોબાઈલ છું મંતર થઇ જતા હોય છે. આવા મોબાઈલ બ્લેક માર્કેટમાં વહેચાતા હોય છે.
રાજ્યના જુદા જુદા જીલ્લાઓ માંથી મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય ગેંગના કાલુપુર પોલીસે બે આરોપીઓને 45 મોબાઈલ સાથે ધરપકડ કરી ગેંગની MO (મોડસ ઓપરેન્ડીસ) નો પર્દાફાશ કર્યો છે.
મોબાઈલ ચોરી કરતી ગેંગના આરોપીઓ ભેગામળી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ,એ.એમ.ટી.એસ. બસ સ્ટેશનમાં મુસાફરોની વધારે ભીડ હોય ત્યારે મુસાફરોની નજર ચુકવી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ જઈ આવતા જતા મોંસાફરો અને રાહદારીઓની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓ મૂળ ઝારખંડના છે. પરંતુ જયારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં ક્રિકેટ મેચ હોય ત્યારે ઝારખંડથી બાય પ્લેન મુસાફરી કરી સ્પેશિયલ મોબાઈલ ચોરી કરવા આવતા હતા.
કાલુપુર પોલીસે ધરપકડ કરેલા બે આરોપીઓ સાથે અન્ય આરોપીઓએ ગેંગમાં ભેગામળી અસંખ્ય મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની આશંકા છે. મોબાઈલ ફોન ચોરી કર્યા બાદ તે ફોન પહેલા ઝારખંડ પોહ્ચાડવામાં આવતા હતા. અને ત્યાર બાદ તે મોબાઈલ ફોનને નેપાળ અને બાંગ્લાદેશમાં મોકલી આપવામાં આવતા હતા.