મણિપુરના વાયરલ વીડિયોમાં દેખાતી ભોગ બનેલી પીડીતાએ જણાવી દર્દનાક આપવીતી

મણિપુરની ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હોવા છતાં મોઢું ફેરવી લીધું

by Dhwani Modi
Manipur victim, News Inside

Manipur violence| મણિપુરની એક ભયાનક ઘટના સામેઆવી છે. જેમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં રસ્તાઓ પર ફેરવ્યા બાદ ખેતરમાં ગેંગરેપની ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનાને અરાજકતાની પરાકાષ્ઠા માનવામાં આવી રહી છે. જાતિય હિંસા શરૂ થયાના એક દિવસ બાદ 4 મેના રોજ થયેલી આ ઘટનાની જાણ દેશને બે દિવસ પહેલા થઇ હતી. જ્યારે મણિપુરમાં ઈન્ટરનેટ પર લાગેલો પ્રતિબંધ ખતમ થયો હતો. તે બાદ દેશની જનતાને શર્મસાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી આ ઘટના પર ચારેબાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ ઘટનાની એક પીડિતા જનતાની સામે આવી છે. 42 વર્ષની ઉંમરમાં પોતાના જીવનની સૌથી દર્દનાક પળ ગુજારનારી પીડિતા હજુ સુધી આ ઘટનાના ટ્રોમામાં છે. હાલ ચુરાચંદપુરના રેફ્યૂજી કેમ્પમાં રહેતી પીડિતાએ પોતાની સાથે ઘટેલી તે દર્દનાક પળોની ધ્રુજાવી દેતી ભયાનક કહાની મીડિયા સાથે શેર કરી છે. તેણે જણાવ્યું હતું કે, ભીડે કેવી રીતે તેની અને અન્ય પીડિતા સાથે અત્યાચાર કર્યો અને કેવી રીતે સુરક્ષાના વચનો આપતી પોલીસે આ ઘટના જોઈને મોઢું ફેરવી લીધુ હતું. પીડિતા સાથે ઘટેલી પળોને જાણીને કદાચ તમારું હૃદય પણ કંપી જશે.

પીડીતાએ એકબાદ એક સમગ્ર ઘટના વર્ણવી,

પહેલા ગામ પર હુમલો થયો, જંગલમાં છૂપાયા તો ભીડે પકડી લીધા
પીડિતાએ જણાવ્યું કે, તેના ગામ પર 3 મેના રોજ મૈતેઈ સમુદાયના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. તે દિવસે મણિપુરમાં મૈતેઈ સમુદાયને ST તરીકેનો દરજ્જો આપવા માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ATSUM એ ઠેર ઠેર રેલી કાઢી હતી. ત્યારબાદ જાતીય હિંસા ભડકી ઉઠી હતી. પીડિતાના જણાવ્યાં મુજબ મૈતેઈ લોકોએ પહેલા પાડોશના ગામ પર હુમલો કર્યો અને કેટલાક ઘર બાળી મૂક્યા. તેની જાણકારી મળતા તેઓ તેમના પાડોશીઓ સાથે જંગલ તરફ ભાગીને છૂપાઈ ગયા હતા. બીજા દિવસે તેણે તેના 4 બાળકોને એક નાગા ગામમાં બનેલા શેલ્ટરમાં મોકલી દીધા. જે કાંગપોકપી જિલ્લામાં તેમના ગામથી નજીક હતા. ત્યારબાદ તે તેના પતિ અને અન્ય આઠ લોકો સાથે જંગલમાં છૂપાઈ ગઈ. પરંતુ મૈતેઈ ભીડે તેમને પકડી લીધા હતા.

અમારા સ્તન પકડ્યા અને પછી ઉપરના કપડાં ફાડી નાખ્યા
પીડિતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, કેવી રીતે તેને અને વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી અન્ય એક મહિલાને બાકી લોકોથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે અન્ય પીડિતાના ભાઈ અને પિતાને મેઈન રોડ પર લાવવામાં આવ્યા હતા. પીડિતાએ કહ્યું કે, ભીડે અમારું બધુ બાળી મૂક્યું અને અમને મેઈન રોડ પર ઢસડીને લઈ ગયા. તેમણે અમને મુક્કા માર્યા. લાતો મારી અને બાહોમાં દબોચી લીધી. એક માણસે અમારા ઉપરના તમામ કપડાં ફાડી નાખ્યા અને અમારા સ્તન પકડી લીધા.

પોલીસ જીપમાં હતી પરંતુ તેમણે પણ મોઢું ફેરવી લીધુ
પીડિતાએ જણાવ્યું કે, બીજી યુવતી અને તેના નાના ભાઈએ મેઈન રોડ પર ઊભેલી પોલીસ જીપમાં ઘૂસીને બચવાની કોશિશ કરી પરંતુ ભીડે તેમને ત્યાંથી પણ ખેંચી લીધા. જીપમાં બે પોલીસકર્મી અને એક ડ્રાઈવર હતા. પરંતુ તેમણે આ ઘટનાથી મોઢું ફેરવી લીધુ. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસકર્મીએ ભીડને ‘ફ્રી હેન્ડ’ આપી દીધો.

ભીડે બીજી યુવતીના પિતા અને ભાઈને ઢોર માર માર્યો
પીડિતાએ કહ્યું કે, પોલીસકર્મીઓએ ફ્રી હેન્ડ આપ્યા બાદ મૈતેઈ ભીડ વધુ ઉગ્ર બની અને તેમણે બીજી પીડિતાના પિતા અને ભાઈને ગુસ્સામાં મારવાનું શરૂ કરી દીધુ. આ ભીડે તે લોકોને એટલા માર્યા કે તેમના મોત થઈ ગયા. ત્યારબાદ તેમના મૃતદેહોને નાળામાં ફેંકી દીધા હતા.

ભીડે પીડિતાઓને નગ્ન કરી અને ખેતરમાં લઈ ગયા
પીડિતાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે હત્યા કર્યા બાદ ભીડમાં સામેલ યુવકોએ અમને બંનેને સંપૂર્ણ નગ્ન થવા પર મજબૂર કર્યા હતા. અમે કપડાં ઉતારવાનો વિરોધ કર્યો તો અમને કહેવામાં આવ્યું કે, જો નહીં ઉતારો તો તમને જાનથી મારી નાખીશું. ત્યારબાદ લોકો અમને ધકેલતા અને ઢસડતા રસ્તા કિનારે ધાનના ખેતરમાં લઈ ગયા. આ દરમિયાન આ આખી ઘટના ભીડમાં રહેલા લોકો મોબાઈલમાં કેદ કરતા રહ્યા. જે હવે વાયરલ થઈ છે. અમે પોતાને બચાવવા માટે જે પણ કરી શકતા હતા તે કર્યું. મેં તેમની પાસે ભીખ માંગી હતી, મેં તેમને એમ પણ કહ્યું કે હું એક માં છું પરંતુ કોઈને મારા પર દયા ન આવી.

આટલી ભીડમાંથી ફક્ત 4 આરોપીઓ જ પકડાયા
અહીંયા જણાવવાનું કે મણિપુરમાં મહિલાઓ સાથે જે પણ થયું તેનાથી આખા દેશની જનતાના મનમાં ગુસ્સો છે, આક્રોશ છે અને નારાજગી છે. ઘટના ખુબ જ શરમજનક છે. દેશ શર્મસાર છે અને ઘણા બધા સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે પૂછ્યું કે, તે વ્યક્તિ જેના નાક નીચે આ ઘટનાઓ ઘટી રહી છે તે ત્યાંના મુખ્યમંત્રી કેવી રીતે બની ગયા છે. બીજી બાજુ સીએમ એન. બીરેન સિંહે કહ્યું કે મણિપુરમાં સતત હિંસા થઈ રહી છે. તેમાં કોણ કોણ સામેલ છે તે ઓળખ કરવામાં સમય લાગ્યો છે. જેવો વીડિયો મળ્યો કે તરત જ તેના પર એક્શન લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મણિપુર મામલે 1000 લોકોની ભીડમાંથી અત્યાર સુધી ફક્ત 4 લોકોની જ ધરપકડ થઈ છે.

રાજ્યપાલે લગાવી ફટકાર
મણિપુરમાં 4 મેના રોજ મહિલાઓ સાથે જે અત્યાચાર થયા અને 77 દિવસ બાદ કાર્યવાહી થઈ તે પણ વીડિયો દુનિયા સામે આવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં માત્ર 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી પણ સામેલ છે. આથી પોલીસની ભૂમિકા પર પણ સવાલના ઉઠ્યા છે.

અઢી મહિના સુધી મણિપુર સરાકારે પણ કઈ કર્યું નહીં?
આ બધા વચ્ચે મણિપુરના રાજ્યપાલે ડીજીપીને તલબ કર્યા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. રાજ્યપાલ અનસુઈયા ઉઈકેએ કહ્યું કે, જેટલું જલદી બની શકે તેટલું જલદી આરોપીઓએ જે પ્રકારનું દુષ્કર્મ કર્યું છે તેમની ધરપકડ કરો અને કડકમાં કડક સજા કરો. જે પોલીસ મથક હદમાં 4 મેના રોજ આ ઘટના ઘટી હતી અને 18 મેના રોજ રિપોર્ટ થયો હતો. તેમ છતાં હજુ સુધી પોલીસે કેમ તપાસ કરીને આરોપીઓની ધરપકડ ન કરી? આ ખુબ જ દુ:ખદ બાબત છે.

Related Posts