Rajasthan Earthquake| રાજસ્થાનથી લઈને મણિપુર સુધી શુક્રવાર સવારે ભૂકંપના ભારે ઝાટકા અનુભવાયા હતા. એક તરફ આજે પરોઢથી જ રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની પિન્ક સીટી જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરા ધ્રુજી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો ઘરની બહાર ભાગતા દેખાયા હતા. જયપુર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. જયપુરમાં આવેલ આ ભૂકંપની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા ક્રમશ: 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
Rajasthan | An earthquake of Magnitude 4.4 strikes Jaipur
(CCTV Visuals)
(Video source – locals) pic.twitter.com/MOudTvT8yF— ANI (@ANI) July 20, 2023
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, રાજસ્થાનની પિન્ક સીટી જયપુરમાં શુક્રવાર એટલે કે આજે સવારે એક કલાકની અંદર ત્રણ વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને ત્રણ વાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અલગ અલગ માપવામાં આવી હતી. જયપુરમાં સૌથી લેટેસ્ટ ભૂકંપના ઝટકા સવારે 4.25 કલાક પર અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની સૂચના આપી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ આગળ જણાવ્યું હતું કે, આ અગાઉ 4.22 કલાક પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. તે પહેલા સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ 4.09 કલાક પર આવ્યો હતો. જયપુરમાં સવારે 4.09 કલાક પર આવેલા ભૂકંપની તીવ્રતા 4.09 માપવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી આ ત્રણેય ભૂકંપના ઝટકામાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જો કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકોની ઊંઘ ઉડી ગઈ હતી અને ઘરમાંથી બહાર ભાગતા દેખાયા હતા. ઝટકાથી ડરેલા લોકો ફોન કરીને એકબીજાના હાલચાલ જાણી રહ્યા છે.