દિવસેને દિવસે મહિલાઓની ઈજ્જત સરેઆમ ઉછળતા વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વાયરલ

મણિપુરના વાયરલ વિડીયો બાદ બિહારના બેગૂસરાયમાં યુવતીને નગ્ન કરી વિડીયો વાયરલ કરાયો

by Dhwani Modi
Begusarai viral video, News Inside

Begusarai viral video| હાલમાં બિહારથી મણિપુરના વાયરલ વિડીયો જેવી ઘટના સામે આવી છે. આ વીડિયો બતાવવા લાયક નથી, કારણ કે ફરી એકવાર આ વીડિયોએ લોકોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા છે. એક યુવતી લોકગાયક સાથે રુમમાં કઢંગી હાલતમાં જોવા મળી હતી. તેમનો સંબંધ સામાજિક રીતે સ્વીકાર્ય ન હતો. પરંતુ સમાજે તેમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લીધો. લોક ગાયક એકદમ નગ્ન અવસ્થામાં હતો. તેને રુમમાંથી આવી જ હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ યુવતીના શરીર પર છાતીના ભાગે અંડરગારમેન્ટ હતા, જેને એક શખ્સ ખેંચીને ફાડી નાખે છે. જ્યારે બીજો શખ્સ તેનો વિડીયો ઉતારી રહ્યો છે. બિહારના બેગૂસરાય જિલ્લાની આ ઘટનામાં પોલીસની એક્શન ત્યારે શરુ થઈ જ્યારે યુવતીની આબરુ લુંટાઈ ગઈ અને આખી દુનિયાએ આ વિડીયો જોયો.

આ ઘટના બેગૂસરાય જિલ્લાના તેઘડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો છે. વાયરલ વિડીયોમાં લોક ગાયક કપડા પહેરવાનો પ્રયાસ કરતો દેખાય છે. જ્યારે યુવતી પહેલા ફક્ત એક માત્ર શરીર પર રહેલું કપડું બચાવવાની કોશિશ કરતી દેખાય છે. ચાર લોકો ભેગા મળીને તેને નગ્ન કરી વીડિયો બનાવી રહ્યા છે. વિડીયોમાં ચારેય શખ્સ અડધા અડધા દેખાય છે, પરંતુ યુવતીના શરીરને બતાવતા યુવકનો ચહેરો સામે આવ્યો નથી. લોકગાયકને મારી રહ્યા છે. જ્યારે યુવતીના કપડા ઉતાર્યા બાદ વીડિયો બનાવવા દરમિયાન તે પ્રાઈવેટ પાર્ટ છુપાવવાનો પ્રયાસ કરતી હોવાથી આ નરાધમો તેના વાળ ખેંચીને મારવા લાગે છે.

તેઘડા SDPOએ જણાવ્યું કે, તેની તપાસ થઈ રહી છે. આ વિડીયો ગુરુવાર રાત તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. ભજન કીર્તન કરનારો આધેડ લોકગાયક છે, જે હારમોનિયમ પણ શિખવાડે છે. વિડીયોમાં દેખાતી યુવતી તેની પાડોશી છે. બંને વચ્ચે એક પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. ગુરુવારની રાતે ગામના લોકોએ બંનેને વાંધાજનક હાલતમાં પકડી પાડ્યા હતા અને તેમની સાથે મારપીટ ઉપરાંત અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો. આ મામલામાં પોલીસને ગંભીરતાથી તપાસના આદેશ આપી દીધા છે.

Related Posts