બનાસકાંઠા જિલ્લાની ચકચારી ઘટના. આ યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને ત્યાર પછી પોલીસ સાથે તે જવાબ લખાવવા જતી હતી ત્યારે પોલીસની જ ગાડીને આંતરીને યુવતીનું અપહરણ (kidnapping) કરાયું.
આ ઘટનાએ બનાસકાંઠા પોલીસને દોડતી કરી હતી. દિયોદરના શિહોરી રોડ પરની આ ઘટના છે. જો કે LCBએ ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને પકડીને દિલધડક ઓપરેશન પાર પાડ્યું અને યુવતીને મુક્ત કરાવી.
બનાસકાંઠા પોલીસ વડાએ 8 ટીમો દોડાવી ચારેય આરોપીઓને ઝડપી પડ્યા
પ્રેમલગ્ન કરનારી યુવતીને પોલીસ ખાનગી કારમાં નિવેદન લખાવવા જઈ રહી હતી તે દરમિયાન અન્ય એક કારમાં 7થી 8 શખ્સોએ આવીને પોલીસની કારને આંતરીને રોકી. પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો અને યુવતીનું અપહરણ કરી ત્યાંથી
નાસી છુટ્યા હતા. ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ 8 ટીમો દોડાવી હતી અને અપહરણકારો પાછળ LCBની ટીમ પણ નીકળી હતી. રાજસ્થાનના પિંડવાડા સુધી આરોપીઓનો પીછો કર્યાબાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. આમ પોલીસે યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી અને સાથે જ 4 આરોપીઓને પણ પકડી પાડ્યા.
આ યુવતીનું અપહરણ થતાં સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી હતી. દિયોદરના મુલકપુર પાસે આ ઘટના થઇ હતી. પોલીસ પ્રેમલગ્ન કરનાર યુવતીને જવાબ લખાવવા શિહોરી લઇ જઇ રહી હતી. આ દરમિયાન કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કર્યું. આ હુમલામાં બે પોલીસ કર્મીઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. જે પછી આરોપીને પકડવા પોલીસે નાકાબંધી કરી હતી.