નવસારીમાં મેઘ-તાંડવ, માત્ર 2 કલાકમાં 9 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં મેઘકહેર સર્જાયો, સમગ્ર જિલ્લામાં વરસાદી પાણી ફરી વળ્યાં

by Dhwani Modi
Heavy rainfall in Navsari, News Inside

Monsoon 2023| ગુજરાતમાં ઘણી જગ્યાએ સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મેઘમહેરના બદલે મેઘકહેરની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને ગઇકાલ રાતથી જ વરસાદ નવસારી અને દેવભૂમિ દ્વારકાને ઘમરોળી રહ્યો છે. હાલ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે. જેના પગલે ઘણી જગ્યાએ કમર સમા પાણી ભરાયા છે. જ્યારે બીજી તરફ, નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. નવસારીમાં માત્ર 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે.

નવસારીમાં ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લાના શાંતાદેવી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે બે કાર દબાઈ ગઈ છે. જેને કારણે બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. નવસારીમાં મકાન અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. શાળાએથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે. જ્યારે અનેક બાઈક અને કાર બગડતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે.

 નવસારી શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અતિભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખેતરો અને ખાડીમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. સવારથી જ જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો છે. નીચાણવાળા જ નહીં, ઉંચા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તા જળમગ્ન થતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. શાળાએ જતાં બાળકોને પણ મોટી હાલાકી પડી રહી છે. વરસાદથી કાવેરી નદી પણ બેકાંઠે વહેતી થઈ છે. નેશનલ હાઈવે 48ને જોડતા ગરનાળામાં પણ પાણી છે.

 

નવસારી શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અતિભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખેતરો અને વાડીમાં વરસાદી પાણી ભરાયા છે. સવારથી જ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ફક્ત નીચાણવાળા જ નહીં, ઉંચા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તા જળમગ્ન થતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. શાળાએ જતાં બાળકોને પણ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદથી કાવેરી નદી પણ બેકાંઠે વહેતી થઈ છે. નેશનલ હાઈવે 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ઘુસી ગયા છે.

 નીચાણવાળા જ નહીં, ઉંચા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદના કારણે સ્ટેશનથી દાંડી જતો રોડ બંધ કરવામાં આવ્યો છે. વિજલપુર વિસ્તારના વિઠ્ઠલ મંદિરમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા જ નહીં, ઉંચા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

 

Related Posts