Bhavnagar News: રૂ.2 લાખની સામે 10લાખ લઈ જાવ, ભાવનગરના આટકોટની ઘટના

એક શખ્સને રૂ.2 લાખ આપ્યા, હમણાં આવું કહીને ગયો અને પછી બીજો શખ્સ પણ સાંકળી શેરીમાં ગાયબ થઈ ગયો

by Dhwani Modi
Take 10 lakhs against Rs.2 lakhs, Atkot incident in Bhavnagar

રૂ.2 લાખ આપી 10 લાખની 2000 વાળી નોટો લઈ જાવ તેમ કહીં ભાવનગરના એક વેપારી સાથે આટકોટમાં છેતરપીંડી થઇ છે. ચિત્રા વિસ્તારમાં સીદસર રોડ પર રાધેગોવિંદ પાનની દુકાન ચલાવતા મુન્નાભાઇ કોળીને પ્રથમ સસ્તી સોપારી લેવાની વાત કરી પછી 2000ની નોટ બદલી આપો તો તગડું વળતર આપી તેવી લાલચ આપવામાં આવી.

ફરિયાદી મુન્નાભાઈ આટકોટ – જસદણ ચોકડીએ મિત્ર નવલ સાથે પહોંચ્યા, બે માણસોમાંથી એકને રૂ.2 લાખ ભરેલી બેગ આપી, બીજો માણસ થોડી વાર ઉભો રહ્યો પછી સાંકળી શેરીમાં લઈ જઈ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. આટકોટ પોલીસે બે અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કર્યો છે.
પાન સેન્ટર દુકાન ચલાવતા વેપારીને પંદરેક દિવસ અગાઉ સાંજના તેમના મિત્ર નવલભાઈ મનુભાઈ વાઘેલાએ વાત કરેલ કે તમારે સસ્તા ભાવની સોપારી જોઇએ છે? તો મેં કહેલ કે મને એક કી.ગ્રા.ના કિ.રૂ.700/- ના ભાવની સોપારી મળે છે અને તેનાથી સસ્તા ભાવમાં મળશે તો હું લઈશ. જેથી નવલભાઇએ કહેલ કે હું તમને રૂ.500માં એક કિલોના ભાવે સોપારી રાજકોટથી અપાવીશ.

ત્યારબાદ ત્રણએક દિવસ પહેલા નવલ મારી દુકાને આવેલ અને મને કહેલ કે આપડે જે અગાઉ સોપારી લેવા અંગેની વાત થયેલ હતી તે વેપારીનો ફોન આવેલ અને કહેલ કે તેમ ની પાસે રૂ.2000ની નોટોના રૂ.10 લાખ છે તે આપણને આપે તેના બાના પેટે આપણે તેને રૂ.2 લાખ આપવાના છે. તેમના પૈસા વટાવી આપીશું તો આપણને 10ટકા કમિશન આપશે અને જો તારે પૈસા ના લેવા હોય તો કમિશનની બદલે સોપારી આપશે.

ત્યાં બે માણસો આવેલ અને અમને કહેલ કે તમારી પાસે મંગાવેલ રૂ.2 લાખ લાવો અમે રૂ.2000 ની નોટો બીજી જગ્યાયે રાખેલ છે તે ત્યાંથી લઈને તેમને રૂ.10 લાખ આપીએ તેવી વાત કરી અને રૂ.2 લાખ ભરેલી બેગ આ બન્ને અજાણ્યામાંથી એક માણસો લઇ ગયો અને બીજો માણસ ત્યાં બેસી રહ્યો ત્યારબાદ પેલા શખ્સે ફોન કરીને બીજી જગ્યાએ 10 લાખ રૂ. લેવા બોલાવ્યા ને બીજો વ્યક્તિ પણ સાંકળી શેરીમાં ગાયબ થઇ ગયો.
આ સમગ્ર મામલે હાલતો પોલીસે અલગ અલગ નંબર પરથી અગાઉ કોલ આવ્યા હતા એ નંબરના આધારે તેમજ જ્યાં રૂપિયાની લેતી દેતી થઈ તે સ્થળ આસપાસ સીસીટીવી તપાસી વધુતપાસ હાથધરી છે.

Related Posts