આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમ ગર્લ 2’નો પ્રોમો વિડીયો થયો રિલીઝ

ફિલ્મ 'ડ્રિમ ગર્લ 2' 25 ઓગસ્ટ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે, તે પહેલાં એક મજેદાર વિડીયો આવ્યો.

by Dhwani Modi
Dream girl 2 promo released, News Inside

Bollywood Movie| બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના કેટલાક અલગ વિષયોની ફિલ્મો કરવા માટે જાણીતા છે. તેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તો બીજી તરફ આયુષ્માન ખુરાના હવે ‘ડ્રીમ ગર્લ 2’ વડે મોટા પડદે ધમાલ મચાવવા આવી રહ્યો છે. ફિલ્મના મેકર્સે આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મનો નવો પ્રોમો વિડિયો પણ રિલીઝ કર્યો છે. જે તમને હાસ્યથી લોટપોટ કરાવી દેશે. પૂજા એટલે કે આયુષ્માન ખુરાનાએ આ પ્રોમો વીડિયોમાં આવનારી ફિલ્મોના પાત્રો સાથે વાત કરવાનો ટ્રેન્ડ ફોલો કર્યો છે. રસપ્રદ વાત તો એ છે કે, આ વખતે મેકર્સે ફિલ્મ માટે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના રોકી સાથે કોલાબોરેટ કર્યું છે.

આ વિડિયોમાં, પૂજા (આયુષ્માન ખુરાના) અને રોકી (રણવીર સિંહ) વચ્ચેની વાતચીત ચોક્કસ તમને આનંદિત કરી દેશે. કારણ કે બીજા બધાની જેમ, રોકિંગ રોકી પણ પૂજાને મળવા આતુર છે.

પૂજાએ રોકી સાથે કરી મજેદાર વાત
‘ડ્રીમ ગર્લ 2’ના નવા પ્રોમો વીડિયોમાં, પૂજા એક રસપ્રદ ફોન કૉલ દરમિયાન રોકી સાથે મજેદાર વાતચીત કરતી જોવા મળે છે. પોતાની કિલર સ્ટાઈલ બતાવી રહેલી પૂજાના વખાણ કરતા રોકી કહે છે કે, ‘લાલ સાડીમાં કેવી ઝેરી દેખાય છે, મેરી રાની, જાનેમન’, તેના પર પૂજા કહે છે કે, ‘મારી પાસે એક જ છે. નહી આપું.’ રોકી કહે છે કે, ‘સાડી નથી જોઈતી, માત્ર તું જોઈએ છે.’ ચાર વર્ષ પછી વર્લ્ડ કપ ક્યાં આવી રહ્યો છે? તેના પર પૂજા હસીને કહે છે કે, તે વર્લ્ડ કપ વિશે નથી જાણતી, પરંતુ હું ટ્રોફી ચોક્કસ છું. ત્યારબાદ રોકી કહે છે કે તમે ક્યારે આવો છો? તેના પર પૂજા કહે છે કે, ‘આજે પૂજા જાહેર કરે છે કે પૂજા એક તહેવાર છે, આ વખતે તે 25 તારીખે છે.’

જાહેર થશે ફિલ્મનો ફર્સ્ટ લૂક
પૂજાની મિસ્ટ્રી અને રોકીની જોરદાર એનર્જી સાથે, ‘ડ્રીમ ગર્લ 2’નું નવું ટીઝર પ્રેમ, હાસ્ય અને આશ્ચર્યચકિત કરે છે. વિડીયોમાં પૂજાએ પોતાને “તહેવાર” તરીકે દર્શાવી છે તે પણ લોકોની ઉત્સુકતા વધારે છે. આ સાથે પૂજાએ એ પણ વચન આપ્યું છે કે, ફિલ્મનો ‘ફર્સ્ટ લૂક’ જલ્દી જ આવવાનો છે. આ સાથે જ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.

‘ડ્રીમ ગર્લ 2’ ક્યારે રિલીઝ થશે?
બૉલીવુડ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત છે અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, આ તારીખને તમારા કેલેન્ડરમાં માર્ક કરો અને પ્રેમ, હાસ્ય અને આશ્ચર્યોથી ભરપૂર રોલરકોસ્ટર રાઈડ પર જવા માટે તૈયાર થઇ જાઓ.

Related Posts