Chhattisgarh| છત્તીસગઢ રાજ્યના સક્તી જિલ્લાના કલેક્ટર નૂપુર રાશિ પન્નાએ જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસમાં એક 85 વર્ષિય વૃદ્ધ મહિલાને તેના ઘરે પહોંચાડીને સમાજ સામે માનવતાની મિસાલ રજૂ કરી છે. જે સમગ્ર સક્તી જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં જોઈએ તો, સક્તી કલેક્ટર કચેરીના પરિસરમાં તે સમયે અફરા તફરી મચી ગઈ જ્યારે એક દીકરો પોતાની વૃદ્ધ માતાને કલેક્ટર ઓફિસના પટાંગણમાં મુકીને જતો રહ્યો હતો.
પોતાનો સગો દીકરો મુકીને જતો રહેતા વૃદ્ધ માતા રડી રહી હતી. જેને જોઈને સક્તી જિલ્લા કલેક્ટર નૂપુર રાશિ પન્નાએ માનવતા બતાવી અને જિલ્લા પ્રશાસન તથા પોલીસ ફોર્સની મદદથી આ વૃદ્ધ મહિલાને તેના ઘરે પહોંચાડી હતી. મહિલાની ઉંમર લગભગ 85 વર્ષ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે જૈજૈપુર તાલુકાના સલની ગામની રહેવાસી છે.
પોતાના દીકરા જીવણલાલ ચંદ્રા સાથે જમીન વિવાદને લઈને જનદર્શન કાર્યક્રમમાં સામેલ થવા માટે કલેક્ટર કચેરીએ આવી હતી. આ દરમિયાન દીકરો પોતાની માતાને કલેક્ટર કચેરીમાં મુકીને ઘરે જતો રહ્યો હતો. જીવણલાલના આ કારનામાએ લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે, આખરે એક દીકરો આટલું મોટું પગલું કેવી રીતે ભરી શકે.
કલેક્ટરે પોતાની ગાડીથી ઘરે પહોંચાડ્યા
કહેવાય છે કે, જીવણલાલે જણાવ્યું કે, જમીન સંબંધિત ફરિયાદને લઈને ઘણી વાર જનદર્શન માટે અરજી લગાવી ચુક્યા છે. તેની ફરિયાદ પર નિરાકરણ ન થયું. જેનાથી કંટાળી જઈને તેણે આ વખતે પોતાની વૃદ્ધ માતાને કલેક્ટર કચેરીમાં મુકીને ચાલ્યો ગયો હતો. વૃદ્ધ મહિલાને રડતા જોઈને આસપાસના દરેક લોકો દંગ રહી ગયા હતા. જેને કલેક્ટર નૂપુર રાશિ પન્નાએ પોતાની સરકારી ગાડીમાં સલની ગામ સુધી પહોંચાડી હતી.
પોતાના ઘરે પહોંચીને વૃદ્ધ મહિલા ખૂબ ખુશ દેખાઈ હતી. આ સંબંધમાં સક્તી કલેક્ટરનું કહેવું છે કે, જ્યારે વૃદ્ધ મહિલાને તેના ઘરે પહોંચાડવામાં આવી તો પરિવારના લોકોને સમજાવ્યા અને મહિલા પર દેખરેખ રાખવા માટે જણાવ્યું છે.