રાજકોટ એરપોર્ટનો અજીબ કિસ્સો, પાયલોટની ડ્યુટી ખતમ થતા ટેકઓફનો ઇન્કાર

એર ઇન્ડિયાના પાયલોટની જીદને કારણે મુસાફરો રઝળ્યા, ડ્યુટીના કલાક ખતમ થતા ફ્લાઇટ ઉડવાની મનાઈ કરી

by Dhwani Modi
Rajkot airport, News Inside

Rajkot| રાજકોટ એરપોર્ટ પર ચોંકાવનારો કિસ્સો બન્યો છે. પાયલોટે એર ઈન્ડિયાની ફ્લાઇટની ઉડાન ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી કરીને ત્રણ સાંસદ સહિત સો જેટલા મુસાફરોને હેરાન થવું પડ્યું હતું. પાયલોટની જીદને કારણે એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ ટેકઓફ થઈ શકી ન હતી. પાયલોટની જીદ પાછળનું કારણ પણ ખૂબ જ અજીબ છે. પાઇલોટએ કહ્યું હતું કે, ‘મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે.’ તેથી પાયલોટે ઉડાન ભરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.

રાજકોટ એર ઇન્ડિયાની રાત્રે 8 વાગ્યાની ફ્લાઈટ ટેક ઓફ જ નહોતી થઇ શકી. પાઇલોટે કહ્યું હતું કે, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. તેથી તેણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. જે બાદ હજુ સુધી ફ્લાઈટ ટેક ઓફ થઈ શકી નથી. આ ફ્લાઇટમાં સાંસદ મોહન કુંડારિયા, પૂનમ માડમ અને રાજ્યસભાના ઉમેદવાર કેસરિદેવસિંહ ઝાલા સહિત 100 મુસાફરો દિલ્હી જવાના હતા.

જોકે, ફ્લાઈટ કેન્સલ થતાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ દિલ્લી જવાનું મૌકૂફ રાખ્યું હતું. જ્યારે પૂનમ માડમ જામનગરથી ફ્લાઇટ લઈને દિલ્હી ગયા હતા, જ્યારે કેસરિદેવસિંહ ઝાલા અમદાવાદથી દિલ્હી ગયા હતા. અન્ય કેટલાક મુસાફરો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા. હજુ આ ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની કોઈ સ્પષ્ટતા નથી. ત્રણેય સાંસદોએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી, આમ છતાં પાયલોટના કલાકો ન વધારવામાં આવતા ફ્લાઈટ ઉડાન ન ભરી શકી. છેલ્લા 14 કલાકથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર પડી છે. ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તે હજી સુધી નક્કી નથી.

સામાન્ય રીતે એસટી બસ કે લોકલ ટ્રાવેલ્સ હોય તેમનું પણ મેનેજમેન્ટ સારું હોય છે કે, કયા ડ્રાઇવરની ક્યારે નોકરી પૂરી થાય છે અને તેના રિલિવર તરીકે કોને તેની જગ્યા પર રાખવા તે સ્થાનિક લેવલે પણ તેઓ નક્કી કરી પેસેન્જરનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. પરંતુ, જ્યારે વાત હવાઈ મુસાફરીની કરવામાં આવે ત્યારે તેના મેનેજમેન્ટની વિશ્વભરમાં પ્રશંસા થતી હોય છે. પરંતુ રાજકોટ એરપોર્ટ પરથી એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. ખુદ સાંસદ સભ્ય સહિતના લોકોએ પાયલોટને સતત મનાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે, પાયલોટ કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર જ ન હતા. જેથી ખુદ સાંસદ સભ્યો પણ રઝડી પડ્યા હતા.

 

Related Posts