અમદાવાદ બન્યું રોડ એક્સિડન્ટનું હબ, એકબાદ એક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે

અમદાવાદના શીલજ પાસે કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત

by Dhwani Modi
Shilaj hit and run case, News Inside

Ahmedabad road accident| અમદાવાદ શહેરમાં એકબાદ એક રોડ એક્સિડન્ટની ઘટનાઓ બની રહી છે. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોજારા અકસ્માતની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અમદાવાદ ગ્રામ્યમાં અન્ય એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

અમદાવાદ ગ્રામ્યની હદમાં આવતા બોપલ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે 24 જુલાઈના રોજ એક એફઆઈઆર દાખલ થઇ હતી. જેમાં બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પલોડીયા ટેકરા નજીક એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર યુવકને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ બાઈક ચાલાક પડી જતા કર ચાલાક સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બોપલ પોલીસ દ્વારા ઘટનાની CCTV ફુટેજને આધારે કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

અમદાવાદ ગ્રામ્યમાં બની હિટ એન્ડ રનની ઘટના
આ ઘટના ગત 15 જુલાઈની છે. જયારે પાલડીના રહેવાસી વિષ્ણુભાઈ નાગજીભાઈ રબારી(ઉં.વ. 38)ના નાના ભાઈ રાજુભાઈ નાગજીભાઈ રબારી(ઉં.વ. 37) નો રાતના 11 વાગ્યાની આસપાસ શીલજના પલોડીયા રોડ પાસેના પલોડીયા ટેકરા નજીક અકસ્માત સર્જાયો હતો. રાજુભાઈ રબારી પ્રાઇવેટ નોકરી કરતા હતા. ગત 15 જુલાઈના રો રત્ન 11.30 વાગ્યાના સુમારે વિષ્ણુભાઈને તેમના નાના ભાઈના ફોન પરથી અજાણ્યા શખ્સનો ફોન આવતા સમગ્ર બાબતની જાણ થઇ હતી. જે બાદ વિષ્ણુભાઈ તુરંત ઘટના સ્થળે દોડી જતા માલુમ પડ્યું કે, તેમના ભાઈને સારવાર અર્થે થલતેજ ખાતેની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત
અકસ્માતને પગલે રાજુભાઈ રબારીને છાતી તથા પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત તેમના બંને હાથને ઇજા પહોંચી હતી. તથા જમણા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. તે ઉપરાંત શરીરના અન્ય ભાગો પર નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અકસ્માતની સમગ્ર વિગતો પીડિતે પોતાના ભાઈ વિષ્ણુ રબારીને જણાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 15 જુલાઈના રોજ નોકરી પુરી કરીને રાતના 11.15 વાગ્યાની આસપાસ તેઓ બાઈક લઈને ગાંધીનગરના રાચરડા સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે પલોડીયા ટેકરા નજીક કોઈ અજાણ્યા કર ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા પડી ગયા હતા અને બેભાન થયા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન બાઈક સવાર યુવક મોત
શીલજના પલોડીયા ટેકરા પાસે 15 જુલાઈના રોજ સર્જાયેલા અકસ્માતમાં પીડિત બાઈક સવારની અમદાવાદની સાલ હૉપ[ઇટાલમાં સારવાર ચાલી રહી હતી. જે બાદ ગઈ કાલે 24 જુલાઈના રોજ બાઇકસવાર યુવક રાજુભાઈ નાગજીભાઈ રબારીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મૃતક યુવકના ભાઈ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

હિટ એન્ડ રનની ઘટનાના CCTV ફુટેજને આધારે પોલીસે ફરાર આરોપી કાર ચાલકને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર કાર ચાલક વિરુદ્ધ બોપલ પોલીસે IPC અધિનિયમની કલમ 279, 337, 338, 304A તથા મોટર વાહન અધિનિયમ હેઠળ 177, 184, 134B ની કલમો લગાવી ગુન્હો દાખલ કર્યો છે. તથા ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.

Related Posts