રાજસ્થાની અંજુ પ્રેમીને મળવા પહોંચી પાકિસ્તાન

પતિને ખોટું કહીને મહિલા પહોંચી પાકિસ્તાન, વાયરલ થયુ નિકાહનામું

by Dhwani Modi
Indian girl reached Pakistan, News Inside

IND-PAK love story| રાજસ્થાનના અલવર જિલ્લાની અંજુએ પાકિસ્તાન પહોંચીને પોતાનો ધર્મ પરિવર્તન કર્યો છે. હવે તે અંજુમાંથી ફાતિમા બની ગઈ છે અને તેણે તેના બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તે થોડા દિવસ પહેલાં રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન પહોંચી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, હાલ અંજુ પાકિસ્તાનના દીર બાલા વિસ્તારમાં નસરુલ્લાહ સાથે રહે છે. જો કે, અંજુએ તેના પતિને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે, તે જલ્દી જ ભારત પરત આવશે. તેટલું જ નહીં, તેણે અહીં તેની પુત્રીને વચન પણ આપ્યું છે. હવે અંજુનો પતિ અરવિંદ તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તેમણે આ મામલે સરકારને મદદની અપીલ પણ કરી છે.

જો કે, અંજુના નિવેદનો સતત બદલાતા રહે છે. જાણવા મળ્યું છે કે, અંજુ 20 જુલાઈએ ઘર છોડી ચાલી ગઈ હતી. ત્યારે તેના પતિ અરવિંદે પૂછ્યું હતું કે, ‘તું ક્યાં જાય છે?’ તો જવાબમાં અંજુએ કહ્યું, ‘હું જયપુર જઈ રહી છું.’ પછી પતિએ બીજો પ્રશ્ન કર્યો કે, ‘જયપુરમાં શું કામ છે?’ તો જવાબ મળ્યો કે, ‘મિત્રને મળવું છે.’ હકીકતમાં, અંજુ તેના પતિને જયપુરમાં હોવાનું કહીને દિલ્હી જવા રવાના થઇ હતી. જયપુરમાં તેનો કોઈ મિત્ર નહોતો રહેતો.

અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાહનું નિકાહનામું સોશિયલ મીડિયામાં વાયરલ

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક નિકાહનામું વાયરલ થઈ રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાહના લગ્નનો પુરાવો છે. અંજુના અને તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લાહએ મીડિયામાં સ્વીકાર્યું હતું કે, તે અંજુનો મિત્ર છે. તથા અંજુ તેને મળવા પાકિસ્તાન આવી છે.

આ બાદ તે લાહોર પહોંચી હતી. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું કે, એક ભારતીય મહિલા તેના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી છે. પછી અરવિંદને ખબર પડી કે, આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની અંજુ જ છે, તેથી તે ચોંકી ગયો. ત્યારબાદ તેણે અંજુને વોટ્સએપ પર કોલ કર્યો, તો અંજુએ કહ્યું કે, તે લાહોરમાં તેના મિત્રને મળવા આવી છે. અહીં પણ અંજુએ તેના પતિને ખોટું કહ્યું હતું. હકીકતમાં, 22 જુલાઈના રોજ જ નસરુલ્લાહ અંજુ સાથે ખૈબર પખ્તુનવાના દીર બાલા વિસ્તારમાં તેના ઘરે પહોંચ્યો હતો.

અચાનક જ ભારતીય અંજુ પાકિસ્તાન પહોંચી હતી
પાકિસ્તાની મહિલા સીમા હૈદર તેના બાળકો સાથે નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી છે અને સચિન નામના યુવક સાથે લગ્ન કરીને સંપૂર્ણ પણે હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો છે. હજી આ મામલો શાંત નથી પડ્યો ત્યાં તો હવે ભારત-પાકિસ્તાનનો નવો એક મામલો સામે આવ્યો છે. અંજુ નામની ભારતીય મહિલા તેના પાકિસ્તાની ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહને મળવા પાકિસ્તાન પહોંચી છે. જો કે, અંજુનું કહેવું છે કે, અંજુ માન્ય વિઝા લઈને પાકિસ્તાન ગઈ છે અને ત્યાં 30 દિવસ રોકાઈ શકે છે. અંજુ અચાનક પાકિસ્તાન પહોંચી જવાને લઈને તેના પરિવારના સભ્યો ચોંકી ગયા છે, સાથે જ દેશવાસીઓ પણ આ કિસ્સા વિશે જાણવા માટે તલપાપડ થઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાની મીડિયાની વાતો હકીકતને પાર હોય તેવું લાગી રહ્યુ છે. પાકિસ્તાની મીડિયાએ અંજુ વિશે કેટલીક એવી બાબતો જણાવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

છૂટાછેડા થઈ ગયા હોવાનો દાવો
પાકિસ્તાનના એક વર્તમાનપત્ર ‘ડૉન’ના ડિજિટલ પ્લેટફોર્મ પર અંજુ અંગે એક સમાચાર પબ્લિશ કરવામાં આવ્યા છે. તેનું શીર્ષક છે, ‘ભારતીય મહિલા તેના મિત્રને મળવા અપર દીર પહોંચી’. આ સમાચારમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અંજુના છૂટાછેડા થઈ ચુક્યા છે. જોકે, વર્તમાનપત્ર દ્વારા આ દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ ઓફિશિયલ સોર્સ કે દસ્તાવેજ ટાંકવામાં આવ્યા નથી.

Related Posts